ચુંટણી પહેલા જ ખેડૂતો પર મહેરબાન થઈ મોદી સરકાર- એકસાથે આટલી યોજનાઓની કરશે જાહેરાત

Published on: 4:04 pm, Fri, 27 August 21

મોદી સરકાર દ્વારા અનેકવિધ યુંઓજ્નાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં ખેડૂતો માટે એક આનંદનાં સમાચાર સામે આવ્યા છે. યોગી સરકાર દ્વારા પરાલી સળગાવવાના કેસને પરત ખેંચવાની જાહેરાત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથની સરકાર દ્વારા આવતા વર્ષે થનાર વિધાનસભા ચૂંટણી પહેલા મોટું પગલુ ભરવામાં આવ્યું છે.

CM યોગીએ બુધવારનાં રોજ ખેડૂતોની વિરુદ્ધ પરાલી સળગાવવાના આરોપમાં દાખલ કેસને પરત ખેંચવાની જાહેરાત કરવામાં આવી છે. આની સાથે તેમણે આ ગુનામાં ખેડૂતો પર લગાવેલ દંડ પણ માફ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આની ઉપરાંત યોગીએ અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, વીજળી બિલ ન ભર્યુ હોવાને લીધે કોઈપણ ખેડૂતનું કનેક્શન ન કાપે. ખર્ચ પર વ્યાજ આપવું પડશે નહીં. આની માટે ઓટીએસ સ્કીમ લગાવવામાં આવશે.

સુગર મિલોની શરુઆત કરવાનો કર્યો વાયદો:
આવાસ પર બુધવારે યોગી આદિત્યનાથે ખેડૂતોની સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન યોગીએ ખેડૂતોને વાયદો કર્યો કે, તેમની સરકારે નિશ્ચિત કર્યું છે કે, વર્ષ 2010થી પેન્ડિંગ ખેડૂતોને જૂની ચૂકવણી નવા શેરડી પેરાઈ સત્ર પહેલા થઈ જાય. તેમણે કહ્યું હતું કે, નિર્ણયથી હિતધારકોને જણાવવામાં આવશે કે, જેથી ખેડૂતો ગુમરાહ ન થાય. તેમણે જણાવ્યું હતું કે, પશ્ચિમ વિસ્તારોમાં સુગર મિલો 20 ઓક્ટોબરથી લઈને મધ્ય વિસ્તારમાં 25 ઓક્ટોબર સુધી શરુ થશે.

1.4 લાખ કરોડ રુપિયાથી વધુ રેકોર્ડ શેરડીના ભાવની ચૂકવણીનો વાયદો:
CM યોગી જણાવે છે કે, વર્ષ 2007થી લઈને 2016 સુધી શેરડીના ખેડૂતોને માત્ર 95,000 કરોડ રુપિયાની ચૂકવણી કરવામાં આવી હતી. તેમણે દાવો કર્યો હતો કે, ઉત્તરપ્રદેશમાં 45.74 લાખથી વધુ શેરડી ખેડૂતોને 2017 તેમજ 2021ની વચ્ચે કુલ 1.4 લાખ કરોડ રુપિયાથી વધુ રેકોર્ડ શેરડીના ભાવની ચૂકવણી કરાશે. જ્યારે વર્ષ 2016-’17માં 6 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવામાં આવી હતી.

કેન્દ્રએ શેરડીના FRP 290 પ્રતિ ક્વિટન વધારી:
કેન્દ્ર સરકારે બુધવારે ઓક્ટોબર વર્ષ 2021થી શરુ થનાર નેક્સ સુગર સિઝન માટે શેરડીના નવા યોગ્ય તેમજ લાભકારી મૂલ્યને 290 રુપિયા પ્રતિ ક્વિંટલ પર પરવાનગી આપવામાં આવી હતી. જે ગત વર્ષની તુલનામાં 5 રુપિયાની વૃદ્ધિ છે. કેબિનેટની બેઠક પછી મીડિયાને જાણ થતા ખાદ્ય તથા ગ્રાહક મામલાના મંત્રી પીયૂષ ગોયલે જણાવે છે કે, આ નિર્ણયથી સમગ્ર દેશમાં ખાંડ મિલોમાં કાર્યરત 5 કરોડ શેરડી ખેડૂતોની સાથે જ કુલ 5 લાખ શ્રમિકોને લાભ થશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…