ખુબ જ ભારે વરસાદનાં કારણે પુર આવતાં 54 લોકોનાં મોત- 28 જિલ્લાના 18 લાખથી વધારે લોકો પ્રભાવિત

179
Published on: 12:35 pm, Sat, 18 June 22

ભારે વરસાદને કારણે આસામમાં પૂર આવ્યું છે. ASDMAએ જાણકારી આપી છે કે, આસામમાં પુરના કારણે વધુ નવ લોકોના મોત થઈ ગયા છે. જેમાં કુલ મૃત્યુ પામનારા લોકોની સંખ્યા હવે 54 થઈ ગઈ છે. રાજ્યમાં આ વર્ષે પુર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 54 લોકોના જીવ ગયા છે.

પૂરની સ્થિતિ એટલી ખરાબ છે કે જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. જેના કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ પણ જોવા મળી રહી છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર, શુક્રવારે આસામમાં પૂરને કારણે વધુ નવ લોકોના મોત થયા હતા, જેનાથી કુલ મૃત્યુઆંક 54 પર પહોંચી ગયો હતો.

2900થી વધુ ગામ પાણીમાં ગરકાવ થયા
અત્યાર સુધીમાં 28 જિલ્લામાં પૂરથી 18.94 લાખ લોકો પ્રભાવિત થયા છે. આસામમાં હોજઇ, નલબાડી, બજલી, ધુબરી, કામરૂપ, કોકરાઝાર અને સોનિતપુર જિલ્લામાં પૂરના કારણે મોત થયા છે. જાણકારી અનુસાર 2930 ગામ પાણીમાં ડૂબી ગયા છે. મોટા ભાગનો પાક નિષ્ફળ જશે તેવી ભીતી સેવાઇ રહી છે.

પૂરના કારણે ભયંકર નુકસાન થયુ છે. રાજ્યના આંકડા અનુસાર, 96 મંડળમાં આવતા 2930 ગામડામાં હાલમાં પાણીમાં છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, પુરના પાણીથી પ્રભાવિત જિલ્લામાં 43338.39 હેક્ટર પાક જળમગ્ન થઈ ગયો છે. હાલમા 1,08,104 પુર પ્રભાવિત લોકો જિલ્લા પ્રશાસન દ્વારા સ્થાપિત 373 રાહત શિબિરોમાં રહી રહ્યા છે.

જેમાંથી એકલા બઝલી જિલ્લામાં 3.55 લાખ લોકો, દરાંગ જિલ્લામાં 2.90 લાખ, ગોલપાડામાં 1.84 લાખ, બારપેટામાં 1.69 લાખ, નલબાડીમાં 1.23 લાખ, કામરૂપમાં 1.199 લાખ અને હોજઈમાં 1.05 લાખ લોકો પ્રભાવિત થયા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…