ગુજરાતની આ હોસ્પિટલમાં આંખની મોંઘામાં મોંઘી સારવાર તદ્દન ફ્રીમાં થાય છે! દરેક જરૂરીયાત મંદને કરો શેર

466
Published on: 11:42 am, Mon, 29 November 21

રાજ્યમાં ઘણી સેવાભાવી સંસ્થાઓ છે કે, જે બીમાર લોકોની મફતમાં સારવાર કરી પુણ્યનું કામ કરે છે. કોરોના સમયે પણ ઘણી સેવાભાવી સંસ્થા હોય કરોડો રૂપિયા વહાવી લોકોના જીવ બચાવવા પોતે ન્યોછાવર થઈ ગયા હતા. હાલ આવી જ એક હોસ્પિટલ ની વાત કરવાના છીએ કે જ્યાં આંખોની તમામ સારવાર હોસ્પિટલ દ્વારા ફ્રીમા કરવામાં આવે છે. મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં આ હોસ્પિટલમાં લાખો લોકોએ તદ્દન ફ્રી માં આંખના ઓપરેશન કરાવ્યા છે.

કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને, કે જેમને આર્થિક સંકડામણ હોય પોતે આંખોના મોંઘા રિપોર્ટ્સ અને મોંઘી સારવાર ન કરાવી શકતા હોય આવા દરેક લોકો ફક્ત ગાડી ભાડાના ખર્ચે પોતાના આંખની સારવાર કરાવી શકે છે. હોસ્પિટલમાં આંખોને કોઇ પણ બીમારી જેવી કે આંખોના નંબર ઓપરેશન અને મોતિયા જેવી સારવાર ફ્રીમાં કરવામાં આવી રહી છે.

ગુજરાત રાજ્યના વલસાડમાં આવેલી હોસ્પિટલ છેલ્લા 100 વર્ષથી લોકોના અંધકાર ભર્યા જીવનમાં પ્રકાશ પાથરવાનું અવિરત કાર્ય કરી રહી છે. લોકોનું માનવું છે કે અહીંયા એક પ્રાઈવેટ હોસ્પિટલ ની જેમ જ તમામ આધુનિક સુવિધાઓની સાથે લોકોની સારવાર કરવામાં આવે છે. આધુનિક મશીનરી અને અનુભવી ડોક્ટરો હેઠળ અહીંયા દરેક દર્દીઓની સારવાર કરવામાં આવે છે. ‘શેઠ રતનજી નથુભાઈ ચાવસારેવાલા’ નામથી પ્રખ્યાત હોસ્પિટલ છેલ્લાં સો વર્ષથી લોકોના અંધકાર ભર્યા જીવનમાં પ્રકાશ પાથરવાનું અનિરુદ્ધ કાર્ય કરી રહી છે.

વલસાડ સ્થિત આ હોસ્પિટલમાં ફક્ત ગુજરાતીઓ જ નહીં પરંતુ દેશ વિદેશથી મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલમાં સારવાર માટે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં હોસ્પિટલમાં મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ આવીને અહીં સારવાર લઇ ગયા છે. રિપોર્ટ અનુસાર આંખોને કોઇ પણ સારવાર એવી નથી કે હોસ્પિટલમાં ન થતી હોય હાલની તારીખમાં હોસ્પિટલમાં દરરોજના ૩૦૦થી વધુ દર્દીઓ ઓપીડી માં આવે છે સાથોસાથ દરરોજના ૫૦થી વધુ મોતિયાના ઓપરેશન પણ થઈ રહ્યા છે.

તમે પણ આ પોસ્ટ ને વધુમાં વધુ શેર કરો જેના કારણે આંખોની સારવાર મેળવવા માંગતા દરેક લોકો ફ્રી મા સારવાર મેળવી શકે.

સમય: સવારે આઠ વાગ્યાથી સાંજના સાડા ચાર સુધી | રવિવારે રજા હોય છે.
એડ્રેસ: ડોક્ટર પ્રગજી દેસાઈ રોડ, મામલતદાર ઓફિસની સામે, વલસાડ, ગુજરાત

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…