મહેસાણા-અમદાવાદ હાઈવે પર ભાસરિયા પાટિયા નજીક આજે વહેલી સવારે એક લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. અંદાજિત 22 જાનૈયાઓ ઘાયલ થયા હતા. તમામને મહેસાણા અને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. હાલ લગંજ પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
મહેસાણા પાસેથી આજે વહેલી સવારે 4 વાગ્યે બે લક્ઝરી બસ પસાર થઈ રહી હતી. તે જ સમયે મહેસાણા-અમદાવાદ હાઈવે પર મકેન કંપની પાસે બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ સ્પીડમાં ડિવાઈડર પર ચઢી ઝાડ સાથે અથડાઈ હતી. જેના કારણે લકઝરી બસ 20 ફૂટ જેટલી ઢસડાઈ હતી. આ બસમાં 50 જાનૈયા સવાર હતા. જેમાથી 22 લોકોને ઈજા થઇ હતી. વરરાજાના માતા-પિતા અને ભાઈ-બહેનને પણ ઈજાઓ પહોંચી હતી. જેમાં વરરાજાની બહેન અને તેની ભાભીને ગંભીર ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.
એક જાનૈયાએ જણાવ્યું કે, “અમે ડીસાથી રાત્રે નીકળ્યા.” અમારી બે લક્ઝરી બસો હતી. એકમાં અમારું કુટુંબ હતું. ડ્રાઈવરને સવારે બીજે વરધી હોવાથી તેણે ગાડી ઓવર સ્પીડમાં હંકારતા વરરાજાના પરિવારના લોકોએ ડ્રાઇવરને ટકોર કરી હતી કે બસ ધીમી ચલાવો. તેમ છતાં ડ્રાઇવરે પોતાની મનમાની કરી બસ ઓવર સ્પીડમાં જ ચલાવી હતી. જેથી બસ ડિવાઈડર પર ચડાવી દેતા અકસ્માત થયો હતો.
જાણવા મળ્યું છે કે, મહેસાણાના ભાસરિયા નજીક લકઝરી બસ પલટી મારી જતા અકસ્માતમાં 22 લોકોને ઇજા પહોંચી છે. જેમાં ઈજા પામેલા લોકોને સૌ પ્રથમ સ્થાનિક સકુંજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. ત્યારબાદ અમદાવાદની અસરવા હોસ્પિટલમાં 22 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. જેમાં વરરાજાના ભાભી અને બહેનની ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અકસ્માતમાં સૌથી વધુ મહિલાઓને ઇજાઓ થઈ હતી. જેમાં કેટલાક લોકોને ફેક્ચર તો કેટલાકના હાથ પગમાં ઇજા પહોંચી હતી.
અકસ્માતમાં ઈજાગ્રસ્તો
1. સિસોદિયા દિનેશભાઈ (32)
2. ચૌહાણ રમીલાબેન (34)
3. ગોહિલ ભાવનાબેન (25)
4. સિસોદિયા પિતા શ્યામભાઈ
5. ચૌહાણ રમીલા બંસીલાલ (63)
6. ખત્રી ઇન્દિરાબેન (50)
7. ગોહિલ હેમલત્તા પ્રેમચંદ (56)
8. ગોહિલ જતીન
9. ગોહિલ કમળાબેન (75)
10. સવિતા લલિત (42)
11. સિસોદિયા ભરતભાઇ (31)
12. અર્ચના ઓમપ્રકાશ (58)
13. ગોહિલ સુનિતા (46)
14.ગોહિલ પ્રેમચંદ દેવીલાલ (57)
15. અસેરી રેખાબેન (32)
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…