વધુ પડતા મોબાઈલના ઉપયોગથી થઇ શકે છે મગજમાં ગાંઠ- તો રહો તેનાથી આ રીતે સાવચેત

Published on: 2:28 pm, Fri, 16 July 21

વધુ સમયથી મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જેનાથી તમે અનિદ્ર અને ડિપ્રેશનનો ભોગ બની શકો છો. બની શકે કે, તમારું મગજ કામ કરતુ પણ બંદ કરી દે. એઈમ્સના રિસર્ચમાં આ ખુલાસો સામે આવ્યો છે. આ ઉપરાંત આપની એવી કેટલીય આદતો હશે, જે તમારા મગજને ઈફેક્ટ કરી શકે છે. આવો જાણી કંઈ આદતો છે, જે તમને નુકસાન પહોંચાડી શકે છે.

વધારે પડતો ફોન વાપરવાથી થઈ શકે છે ટ્યૂમર
એઈમ્સના સંશોધન અનુસાર, ફોનનો વધુ પડતા ઉપયોગથી બ્રેન ટ્યૂમરની સમસ્યા વધી શકે છે. આ ઉપરાંત ઊંઘ ન આવવી અને ડિપ્રેશનની બિમારી પણ થઈ શકે છે. જેનાથી આપના મગજમાં ખૂબ જ નકારાત્મક અસર ઊભી થાય છે.

સવારનો નાસ્તો કરવાનું ક્યારેય ભૂલશો નહિ
આજકાલ મોટા ભાગના લોકો પોતાની ભાગદોડવાળી જીંદગીમાં સવારનો નાસ્તો પણ કરતા નથી.જો આપની સાથે પણ મોટા ભાગે આવુ થતું હોય તો ચેતી જજો. જો આપ નાસ્તો નથી કરતા તો મગજને ન્યૂટ્રિંએટ્સ નહીં મળે. જેના કારણે મગજકામ કરતુ ઓછુ થઈ જાય છે.

વધારે મીઠું ખાવાથી બચજો
વધારે પ્રમાણમાં મીઠુ ખાવાથી કેટલાય પ્રકારની સમસ્યા આવી શકે છે. તેનાથી બ્લડ પ્રેશર વધે છે. જેના કારણે બ્રેન સ્ટ્રોક પણ થાય છે. ડોક્ટર્સ નું કહેવું છે કે, ખાવામાં મર્યાદિત પ્રમાણમાં મીઠાનો ઉપયોગ કરવો જોઈએ.

ભૂખથી વધારે ખાવુ ભયંકર છે.
અમુક લોકો જ્યારે ખાવા બેસે છે, ત્યારે સ્વાદના ચક્કરમાં કેટલુ ખાવું જોઈએ તે ભૂલી જાય છે. શરીરની જરૂરિયાત કરતા ખૂબ વધારે જમી લેતા હોય છે. આવુ કરવુ શરીર માટે ખૂબ જ ખતરનાક છે. તેનાથી ફક્ત વજન જ નહીં પણ આપના મગજ પર પણ તેની ખરાબ અસર પડે છે. વધારે કેલરી લેવાના કારણે યાદશક્તિ પર સમસ્યા આવે છે.