UPSC પરીક્ષામાં સિતારો બનીને ચમક્યો સુરતનો કાર્તિક જીવાણી, સમગ્ર ગુજરાતમાં પ્રથમ અને દેશમાં મેળવ્યો 8મો ક્રમાંક

119
Published on: 10:49 am, Sat, 25 September 21

રાજ્યમાં આવેલ સુરત શહેરના કાર્તિક જીવાણીએ એક-બે નહીં પણ ત્રણ-ત્રણ વાર UPSCની પરીક્ષા પાસ કરી બતાવી છે. કાર્તિક જીવાણીએ આ પરીક્ષામાં આ વર્ષે સમગ્ર દેશમાં 8 મો રેન્ક મેળવીને ઇતિહાસ રચ્યો છે. ખુબ લાંબા વર્ષો પછી ગુજરાતનો વિદ્યાર્થી ટોપ 10 માં ઝળક્યો છે. કાર્તિક જીવાણીએ આની તૈયારી સુરતથી કરી હતી. તેણે દિલ્હી ક્યાંય જગ્યા કોચિંગ ક્લાસ જોઈન્ટ કર્યા ન હતા પણ ઓનલાઇન ક્લાસીસ કરતો હતો.

દિલ્હીના બધા જ UPSCના ઓનલાઇન ક્લાસીસને તે સુરતથી જ જોતો હતો તેમજ એને આધારે તૈયારીઓ કરતો હતો. ધોરણ 12 સુધીનો અભ્યાસ તેણે સુરતમાં જ કર્યો હતો તેમજ ત્યારપછી તે કોલેજ મુંબઈમાં IIT એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યો હતો.

હિંમત ન હારતા અથાગ પરિશ્રમ કરતા સફળતા મળી:
કાર્તિક જીવાણીએ વર્ષ 2019માં આ પરીક્ષા પાસ કરી હતી કે, જેમાં તે 94મા ક્રમે આવ્યો હતો. ત્યારપછી ફરી તેણે પરીક્ષા આપી હતી. વર્ષ 2020માં તે 84માં ક્રમે આવ્યો હતો પણ નસીબ એ પ્રકારે હતું કે, બંને વખતે ફક્ત 1 માર્ક માટે તે IAS થતાં-થતા રહી ગયો હતો.

એમ છતાં પણ એણે હિંમત ન હારી તેમજ અથાગ પ્રયાસ કરતો રહ્યો હતો જયારે ત્રીજીવાર તે સમગ્ર દેશમાં 8મો ક્રમ મેળવીને ગુજરાતનું નામ રોશન કર્યું હતું તેમજ તેનું સપનું IAS બનવાનું પૂર્ણ કર્યું છે. આમ આ યુવાને સમગ્ર દેશમાં પોતાના પરિવારનું તેમજ રાજ્યનું નામ રોશન કર્યું છે.

સફળતા માટે માતા-પિતાને શ્રેય આપ્યો:
કાર્તિક જીવાણી દરરોજ 10 કલાક જેટલું વાંચન કરતો હતો. જેમાં તે મહદઅંશે આખી રાત વાંચતો હતો તેમજ સવારમાં સૂતો હતો આવા પ્રકારનું તેનુ સિડ્યુલ હતું. પોતાને મળેલ સફળતા માટે તેણે પોતાના માતા-પિતાને જ શ્રેય આપ્યો હતો. ખાસ કરીને કાર્તિક જીવાણીના કહેવા મુજબ જ્યારે હું આખી રાત વાંચતો હતો ત્યારે મારી સાથે મારી મમ્મી પણ ઘણીવાર જાગતા હતા.

જ્યારે મને ચા-પાણીની વ્યવસ્થા કરવાની હોય ત્યારે મારી માતા અડધી રાતે પણ મારા માટે ચા બનાવી આપતી હતી. જેમને લીધે જ આજે હું આ પરીક્ષાને પાસ કરીને મારું સપનું પૂર્ણ કરી શક્યો છું. આમ, આ યુવાને માતા-પિતા જ સફળતાના સાચા હકદાર છે એમ કહ્યું હતું.

કાર્તિક હવે IASની ટ્રેનિંગ માટે જશે:
કાર્તિક જીવાણી જણાવે છે કે, હવે ધીમે-ધીમે ગુજરાતી વિદ્યાર્થીઓનું આકર્ષણ GPSC અને UPSC તરફ વધતું જઈ રહ્યું છે ત્યારે સતત ન્યૂઝ પેપરનું વાંચન કરતા રહેવું જોઈએ, પહેલા લેવાયેલ પરીક્ષાના પ્રશ્નપત્રોને એક જ કારણે સતત તેને લખવાની કન્ટિન્યુસ પ્રોસેસ કરવી જોઈએ તેમજ રિવિઝન કરતા રહેવું જોઈએ.

જેના મારફતે આ પરીક્ષા પાસ કરવી ખૂબ જ આસાન થઈ જાય છે. કાર્તિક જીવાણી હાલમાં હૈદરાબાદમાં IPSની તાલીમ લઈ રહ્યા છે. આ ટ્રેનિંગ પૂર્ણ થવામાં ફક્ત દોઢ મહિનો જ બાકી રહ્યો છે. હવે તે આગળની ટ્રેનિંગ માટે મહેસૂલ જશે તેમજ ત્યાં આગળ તે ટ્રેનિંગ લેશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…