“કેરીનો રસ બધા જ બનાવતા હશે, પણ આવી રીતે કોઈ નહિ બનાવતું હોય”- ઘરે જ બનાવો અમૃત જેવો મીઠો ‘કેરીનો રસ’

Published on: 5:05 pm, Mon, 24 May 21

હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને ઉનાળાની ઋતુમાં બધાં લોકો કેરી આવવાની રાહ જોતા હોય છે. કેરી નાનાથી માંડીને મોટા સુધી દરેકનુ પસંદગીદાર ફળ હોઈ છે. લોકો કેરી ને અલગ અલગ રીતે ખાવાનું પસંદ કરે છે. અમુક લોકો કેરીની ચીર કરીને ખાય છે તો અમુક લોકો કેરીનો રસ બનાવી તેનો આનંદ માણે છે.

ઘણાં લોકો કેરીનો રસ ડેરી માંથી લઇ આવતા હોઈ છે. તે રસ બધાં લોકોને ખુબ પસંદ આવે છે પરંતુ તે રસ પસંદ આવવાનું પાછળનું કારણ રસમાં કેટલા અલગ અલગ કેમિકલો નાખવામાં આવે છે. અને તે આપણા શરીર માટે ખુબ નુકશાન કારક હોય છે. આજે તમને જણાવીએ કે દુકાન કરતાં પણ સારો, મધુર અને અમૃતરસ કેવી બનાવવો. તેમાં જોઈતી વસ્તુ નીચે પ્રમાણે છે.

સૌ પ્રથમ તમારી પાસે 4 થી 5 કેરીઓ લેવી અને આ કેરીઓ સારી માત્રામાં પાકેલી હોવી જોઈએ. ત્યારબાદ 1 થી 2 બાઉલ ખાંડ લેવી, ત્યારબાદ 1 બાઉલ જેટલું તાજું દૂધ લેવું, ત્યારબાદ 8 થી 10 બરફના ક્યુબ(ટુકડા) લેવા અને એક  ચમચી સુંઠનો પાવડર લેવો. જો આ દરેક વસ્તુઓ ભેગી થઇ જાય તો આ રીતે આપણે અમૃત જેવો મીઠો કેરીનો રસ બનાવી શકીએ.

સૌપ્રથમ પાકેલી કેસર કેરી લો. તેને ધોઈ નાખો અને તેની છાલ ઉતારી લો. ત્યારબાદ કેરીના મીડિયમ સાઇઝના કટકા કરો. હવે મિક્સરની જાર લઈ તેમાં કેરી અને ખાંડ નાખી મિક્સ કરી લો. ત્યારબાદ તેની અંદર એક કપ દુધ અને બરફના ટુકડા નાખી દો. ફરી મિક્સર ફેરવી લો. ચપટી સૂંઠ પાવડર નાખો. સૂંઠ પાઉડર નાખીને કેરીનો રસ પીવાથી વાયડો પડતો નથી. અને તૈયાર છે સ્વાદિષ્ટ કેરીનો અમૃત રસ, તેને રોટલી કે પૂરી સાથે પણ ખાઈ શકો છે.