મા દુર્ગાના આ પાંચ પ્રસિદ્ધ મંદિરોના દર્શન કરવાથી પૂરી થાય છે તમામ ઈચ્છા

192
Published on: 11:25 am, Wed, 13 October 21

લોકો નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરે છે. આ સાથે ભક્તો માતા રાણીના દરબારના દર્શન કરવા માટે જાય છે. દેશભરમાં માતા દેવીના ઘણા પવિત્ર સ્થાનો છે. પરંતુ આજે અમે તમને દેવી દુર્ગાના 5 પ્રખ્યાત મંદિરો વિષે જણાવા જઈ રહ્યા છીએ. એવું માનવામાં આવે છે કે આ પ્રસિદ્ધ મંદિરોમાં માતાના માત્ર દર્શન જ ઇચ્છિત પરિણામ આપે છે.

કામાખ્યા શક્તિપીઠ, અસમ
કામાખ્યા શક્તિપીઠને 51 શક્તિપીઠોમાં નંબર વન માનવામાં આવે છે. તે અસમની રાજધાની ગુવાહાટીથી 8 કિમીના અંતરે સ્થિત છે. માતા સતીની યોનિ આ સ્થળે પડી હતી. તેથી, દર વર્ષે ત્રણ દિવસે માતાનું માસિક ચક્ર આવે છે. એવું માનવામાં આવે છે કે માતા દેવીના આ મંદિરમાં કરવામાં આવેલી ઈચ્છાઓ જલ્દી પૂરી થાય છે.

નૈના દેવી મંદિર, નૈનીતાલ
નૈનીતાલનું નૈના દેવી મંદિર દેવી દુર્ગાના 51 શક્તિપીઠોમાંનું એક માનવામાં આવે છે. કહેવમાં આવે છે કે માતા સતીને અગ્નિમાં બાળવામાં આવ્યા બાદ વિષ્ણુએ તેના શરીરના 51 ટુકડા કર્યા હતા. તે સમય દરમિયાન નૈના દેવી મંદિરની સ્થાપના તે સ્થળે કરવામાં આવી હતી જ્યાં માતાની આંખો પડી હતી. લોકો દૂર દૂરથી માતા દેવીના દર્શન કરવા માટે ત્યાં આવે છે.

જ્વાલા દેવી મંદિર, હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં દેવી દુર્ગાનું જ્વાલા દેવી મંદિર આવેલું છે. આ મંદિર દેવીના 51 શક્તિપીઠોમાંનું એક માનવામાં આવે છે. દંતકથા અનુસાર, દેવી સતીની જીભ આ પવિત્ર સ્થળ પર પડી હતી. એવું કહેવાય છે કે મંદિરની ધરતીમાંથી નીકળતી જ્યોત રાત -દિવસ સળગતી રહે છે. તેથી જ આ પવિત્ર સ્થળ જ્વાલા દેવી મંદિર તરીકે પ્રખ્યાત છે.

કરણી માતા મંદિર, રાજસ્થાન
કરણી માતા મંદિર રાજસ્થાનના બિકાનેરથી લગભગ 30 કિમીના અંતરે આવેલું છે. દર વર્ષે અહીં ભક્તોની ભીડ રહે છે. આ મંદિરની લોકપ્રિયતાનું એક કારણ એ છે કે આ પવિત્ર સ્થાનમાં ઘણા ઉંદરો રહે છે. આ કારણોસર તેને ‘ઉંદર મંદિર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં લોકો દેવી માતાના દર્શન કર્યા બાદ ઉંદરોને ખોરાક ખવડાવે છે. ખાસ કરીને ઘણા લોકો તેમના ઘરમાંથી ઉંદરો માટે ખોરાક લાવે છે.

દક્ષિણેશ્વર કાલી મંદિર, પશ્ચિમ બંગાળ
દક્ષિણેશ્વર કાલી મંદિર પશ્ચિમ બંગાળના કોલકાતામાં આવેલું છે. મા કાલીનું આ મંદિર ખુબજ સુંદર બનાવવામાં આવ્યું છે. આ મંદિરની સ્થાપના સાથે જોડાયેલી એક કથા છે. દંતકથા અનુસાર, આશરે 170 વર્ષ પહેલા, માતા કાલી જાન બજારની રાણી રાસમણીના સ્વપ્નમાં દેખાયા હતા. તે જ સમયે, માતા રાણીએ તેમને આદેશ આપ્યો હતો કે આ સ્થળ પર તેમનું મંદિર બનવવામાં આવે. તે પછી આ પવિત્ર સ્થળની સ્થાપના કરવામાં આવી હતી. દેવી કાલીના આ મંદિરના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…