આઈ શ્રી મા ખોડિયારના ચરણે માથું ટેકવાથી પૂરી થાય છે દરેક મનોકામના, આજે પણ જોવા મળે છે સાક્ષાત પરચા

3215
Published on: 5:37 pm, Sat, 19 March 22

દેશ-દુનિયામાં એવા ઘીના અલગ અલગ મંદિરો છે. જેમાં ચમત્કારો સર્જાતા હોય છે. જેના વિશે ઘણા લોકોણે જાણ હોતી નથી. ત્યારે આજે આપણે ખોડિયાર માતાના એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે અમરેલી જિલ્લાના ધારી ગામથી લગભગ 5 કિ.મી.ના અંતરે શેત્રુંજય નદીને કાંઠે આવેલુ છે. આ નદીના કાંઠે ખૂબ જ ઊંડો ધરો આવેલો છે જેને ગળધરો કહેવામા આવે છે. ત્યાં બાજુમાં જ ઊંચી ભેખડો પર રાયણના વૃક્ષ નીચે આઈ શ્રી ખોડિયાર માતાની સ્થાપના થઈ છે.

આ મંદિર 9મી અને 11મી સદીની વચ્ચે બાંધવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. જણાવી દઈએ કે, હાલમાં આ નદીના કિનારે એક મોટું મંદિર બનાવવામાં આવ્યું છે. આ સ્થળે માતા સ્વયંભૂ પ્રગટ થયા છે. આ મંદિરની બાજુમાં મોટા ડેમ પણ બનાવવામાં આવ્યા છે. ગલધરા એ સૌરાષ્ટ્રના ખોડિયાર માતાજીના ત્રણ મુખ્ય મંદિરોમાંનું એક છે.

એક લોકવાયકા પહેલા ઘણા સમય પહેલા અહી એક રાક્ષસ હતો તેનો સંહાર કરીને સાતેય બહેનોએ તેને ખાંડણિયામાં ખાંડી નાખ્યો. પછી ખોડિયાર માતાએ આ ભૂમિમાં પોતાનું માનવ શરીર ગાળી નાખ્યું. ત્યાં માત્ર ગળાનો ભાગ જ દેખાતો હોવાથી આ જગ્યાને ગલધરા કહેવામાં આવે છે. માતાજીએ પણ અહીં અનેક સંતો-મહંતોને કન્યા સ્વરૂપે દર્શન આપ્યાં છે.

પૌરાણિક કથાઓ મુજબ, જૂનાગઢના રાજા રાણાવાઘનની માતા સોમલદેને ખોડિયાર માતામાં ખૂબ શ્રદ્ધા હતી. રા’નવઘનનો જન્મ ખોડિયાર માતાના આશીર્વાદથી થયો હોવાનું કહેવાય છે. જૂનાગઢના રાજા રા’નવધનને માતાજીએ સાક્ષાત દર્શન આપ્યા હતા. જૂનાગઢ રાજને ગાદીનો વારસદાર આપનાર ખોડિયાર માતા ત્યારથી ચૂડાસમા રાજપૂતોની કુળદેવી તરીકે પૂજાવા લાગ્યા હતા.

રાજા અવારનવાર તેના અશ્વદળ સાથે ગલધરા ખોડિયાર માતાના દર્શન કરવા આવતા. કહેવાય છે કે, જયારે રા’નવઘણ તેની માનેલી બહેન જાસલની વારે ચડ્યો ત્યારે તે અહીંથી પસાર થયો હતો અને તેનો ઘોડો આશરે 200 ફુટ ઉપરથી નીચે નદીમાં પડ્યો ત્યારે ખોડિયાર માતાજીએ રક્ષા કરી હતી. જે સ્થળ હાલ ઘૂના નામથી ઓળખાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…