
આજના આ કળયુગી સમયમાં પણ ઘણા ઈમાનદાર લોકો મળી રહે છે. એવા ઘણા લોકો તમે જોયા હશે કે જે ઈમાનદારીથી ઘણા લોકોની મદદ કરતા હોય છે. આવો જ કિસ્સો હૈદરાબાદ શહેરમાં નાલગોંડા જિલ્લાના દેવરકોંડામાં રહેતા રામુલુ નામના વ્યક્તિનો છે. તે એક રીક્ષા ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. રામુલુએ હૈદરાબાદમાં તેના પરિવારનું ભરણપોષણ કરવા માટે અહીં રીક્ષા ચલાવવાનું કામ ચાલુ કર્યું હતું.
જાણવા મળ્યું છે કે, એક દિવસ તેની રિક્ષામાં બે લોકો બેઠા હતા. તેમની પાસે એક બેગ હતી. થોડો સમય મુસાફરી કર્યા બાદ રામુલુએ બંનેને તેમના સ્થળે છોડી દીધા હતા. ત્યારબાદ રામુલુ આગળ ગયો તો તેને ખબર પડી કે બંને મુસાફરો તેમની બેગ રિક્ષામાં જ ભૂલી ગયા છે. જયારે રામુલુએ આ બેગ ખોલીને જોયું તો ત્યારે તેના હોશ ઉડી ગયા હતા. આ બેગમાં દસ લાખ રૂપિયા હતા જે જોઈને તે ગભરાઈ ગયો હતો.
આ દરમિયાન, રામુલુએ હિંમત ભેગી કરીને કોઈ પણ વિલંબ કર્યા વગર જ્યાં મુસાફરોને ઉતાર્યા હતા ત્યાં ગયો. ત્યારે બીજી બાજુ પેલા બે મુસાફરો પણ ચિંતિત હતા કે પૈસાથી બેગ ક્યાં ખોવાઈ હશે. આ ખોવાયેલા પૈસા અંગેની જાણ મુસાફરોએ પોલીસમાં કરી હતી. થોડા સમયમાં તેને જાણવા મળ્યું કે, રામુલુએ બેંકમાંથી દોઢ લાખ રૂપિયાની લોન લીધી હતી.
આ પરિસ્થતિમાં જો તે ઇચ્છે તો આ પૈસા તેની પાસે રાખી શકતો હતો. પરંતુ, બીજા કોઈને નુકસાન પહોંચાડીને પોતાની જાતને આનંદ માણવો તેને યોગ્ય ન લાગતા તેને પૈસાની ભરેલી બેગ પરત કરી હતી. આથી રામુલુની આ ઈમાનદારીથી તે એટલો ખુશ થયો કે તેણે ઈનામ તરીકે દસ હજાર રૂપિયા આપ્યા હતા. જેથી આ વાત પર રામુલુને તેની પ્રામાણિકતાનું ફળ પ્રાપ્ત થયું હતું.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…