હનુમાનજીના લગ્ન આ દેવી સાથે થયા હોવા છતાં શા માટે તે કહેવાય છે બ્રહ્મચારી..? જાણો તેના પાછળનો રોચક ઈતિહાસ

355
Published on: 7:27 pm, Wed, 27 January 21

આપણે પુસ્તકો અને ટીવીમાં જોતા અને વાંચતા આવ્યા છીએ કે ભગવાન હનુમાનજી બાળ બ્રહ્મચારી છે. પરંતુ પુરાણોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તેમને એક પુત્ર મકરધ્વજ પણ હતા. મકરધ્વાજ તેમના પુત્ર તરીકે જન્મ લેવાની કથા નીચે મુજબ છે- હનુમાનજી જ્યારે સમુદ્ર પાર કરતા હતા ત્યારે તેમના શરીરમાંથી પરસેવો વળી રહ્યો હતો.

એવું કહેવામાં આવે છે કે હનુમાનજીના પરસેવાના એક ટીપુ દરિયામાં પડ્યું અને તે મગરના પેટમાં ગયુ. જેના કારણે મગર ગર્ભવતી થઈ અને મકરધ્વાજનો જન્મ થયો. તેલંગાનાના ખમ્મમ જિલ્લામાં હનુમાનજી અને તેમની પત્ની સૂરવચલાની પૂજા કરવામાં આવે છે. અહીં બનાવેલું આ જૂનું મંદિર વર્ષોથી લોકોના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. કદાચ તમને ખબર નહીં હોય કે ખમ્મમ જિલ્લાના સ્થાનિક લોકો જ્યશ્તા શુદ્ધ દશમી પર હનુમાનના લગ્નની ઉજવણી કરે છે.

પ્રાચીન ગ્રંથો અનુસાર ભગવાન સૂર્યદેવ પાસે 8 વિદ્યાઓ હતી અને બજરંગ બલી તમામ વિદ્યાઓ શીખવા માંગતા હતા. સૂર્યદેવે હનુમાનને 5 વિદ્યાઓ શીખવી, પરંતુ બાકીની વિદ્યાઓ  માટે તેમના લગ્ન કરવાં જરૂરી હતા. ખરેખર જે 3 વિદ્યાઓ બાકી હતી તે ફક્ત પરણીત શિષ્યોને જ આપી શકાય તેમ હતી.

હવે આ મોટી સમસ્યા ઉભી થઈ કારણ કે બજરંગ બલી બ્રહ્મચારી હતા, પણ તેમણે પ્રતિજ્ઞા કરી હતી કે તે તમામ વિદ્યાઓ શીખશે. સૂર્યદેવે હનુમાનજીને લગ્ન કરવાનું કહ્યું, પરંતુ હનુમાનજી પોતાનું બ્રહ્મચર્ય ગુમાવવા માંગતા નહોતા. સૂર્યદેવે તેને ફરીથી સમજાવ્યું કે લગ્ન કર્યા વિના તે બાકીના ઉપદેશો કદી નહીં શીખી શકે. આ જાણ્યા પછી હનુમાનજી લગ્ન કરવા સમંત થઈ ગયા.

સૂર્યદેવે તેની પુત્રી સુવર્ચલા નો લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો. સુવર્ચલા ખૂબ જ મોટા સંન્યાસી હતા અને ધ્યાનમાં લીન રહેતા, તેથી તેમણે ખાતરી આપી કે લગ્ન પછી પણ બજરંગ બાલી બ્રહ્મચારી રહેશે. સૂર્યદેવે કહ્યું કે સુવર્ચલા સાથે લગ્ન કર્યા પછી પણ હનુમાનજી બ્રહ્મચારી રહી શકેશે. કેમ કે લગ્ન પછી તરત જ સુવર્ચલા તપશ્ચર્યામાં લીન થઈ જાશે.આ પછી હનુમાનજીએ સુવર્ચલા સાથે લગ્ન કર્યા અને બાકીના ઉપદેશોનું જ્ઞાન લીધું.

લગ્ન પછી તરત જ સુવર્ચલા ફરી તપસ્યામાં લિન થઈ ગયા. આ કારણોસર, લગ્ન કર્યા પછી પણ હનુમાનજી હંમેશાં અપરિણીત અને બ્રહ્મચારી કહેવાયા છે. જો કે હનુમાનજીની પત્નીનો ક્યારેય ઉલ્લેખ નથી થતો અને ભારતમાં એક જ મંદિર છે જ્યાં તેમની પત્ની સાથે તેમની પૂજા કરવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, સુવર્ચલાનો જન્મ કોઈ ગર્ભાશયમાંથી થયો નથી અને તેનો જન્મ યોનિ વગર થયો હતો. તો તેની સાથે લગ્ન કર્યા પછી પણ હનુમાનજીની બ્રહ્મચર્યમાં કોઈ અવરોધ ઊભો થયો નહીં.