રન મશીન કેહવતા વિરાટ કોહલી ના કરોડો ફેન્સ એવા પણ છે જે તેની બોડી પર ફિદા છે. વિરાટ કોહલી હાલના સમય માં ટીમ ઇન્ડિયા નું સુકાની પદ સંભાળી રહ્યો છે. તેના રમત રમવાના અંદાજ અને ઝડપ ને લોકો ખુબજ પસંદ કરી રહ્યાછે.
વિરાટ કોહલીની ચાહકોની યાદીમાં એક નામ પાકિસ્તાનના ક્રિકેટરની પત્નીનું પણ છે.નોંધપાત્ર વાત એ છે કે વિરાટને આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. વિરાટ કોહલીની લોકપ્રિયતા પાકિસ્તાનમાં પણ આશ્ચર્યજનક છે અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર હસન અલીની પત્ની પણ વિરાટની ફેન છે.
હસન અલીની પત્ની સુંદરતામાં બોલિવૂડની અભિનેત્રી સાથેના સ્થાન ધરાવે તેવી છે. તેનું નામ શામિયા આર્ઝૂ છે અને શામિયા આર્ઝૂ ભારતની પુત્રી છે. શામીયાએ ઓગસ્ટ 2019 માં હસન અલી સાથે લગ્ન કર્યા હતા.શામિયા નું ગામ હરિયાણાના નુહ જિલ્લા માં આવેલ છે.
શામીયા આરઝૂ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.તે ચર્ચામાં રહેવાનું કારણ તેની સુંદરતા છે.હસન અલીની પત્ની વિરાટ કોહલીને ખૂબ જ પસંદ કરે છે.શામિયા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન ની ખૂબ મોટી ચાહક હોવાનું કહેવાય છે. તમને જણાવી દઈએ કે શામિયાના પતિ હસન ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટોમાં ભારત સામે બોલિંગ કરી ચુક્યા છે.