આજના સમયમાં મોટાભાગના લોકો પૈસા કમાવવા માટે તેમજ પોતાના સંતાનોને સારું એવું ભણતર અપાવવા માટે ગામડુ છોડીને શહેર બાજુ વધારે જતા રહ્યા છે પણ આજ અમે આપને એવા પરિવારની કહાની જણાવવા જઈ રહ્યા છીએ કે, જે ગામડામા રહીને કરોડપતિ બન્યા છે.
તેમના ઘરમાં મોટાભાગના લોકો શિક્ષિત છે કોઈની પાસે BBA તો કોઈની પાસે B.COMની ડિગ્રી છે આટલુ ભણેલા હોવા છતા આ પરિવારના બધા સભ્યો ગામડામાં રહેવાનું પસંદ કરતા હોય છે તો આવો જાણીએ આ પરિવાર વિશે વિગતવાર…
આ પરિવાર જૂનાગઢ જિલ્લાનો કરોડપતિ પરિવાર હોવા છતાં ગામડામાં રહીને એકદમ સરળ જીવન પસાર કરી રહ્યા છે. જૂનાગઢ જિલ્લાનાં પરસોત્તમભાઈ સિદપરા, પત્ની સુશિલાબેન, પોતાના બંને દીકરા તથા તેમના પરિવારની સાથે જામકા ગામમાં રહે છે.
આ પરિવાર ખેતી તથા પશુપાલન જેવી પ્રવૃતિઓ કરીને લાખો રૂપિયાનો બિઝનેસ કરી રહ્યા છે. જો આ પરિવારના દીકરાઓની વાત કરીએ તો એકની પાસે BBA તેમજ બીજાની પાસે B.COM ની ડિગ્રી છે એમ છતા તેઓ બન્ને ભાઈઓ શહેરમાં નોકરી કરવા માંગતા નથી તેમજ પિતાના પશુપાલનના વ્યવસાયમાં જોડાઈ ગયા છે.
ગામડામાં રહીને પિતાની સાથે મળીને ખેતી કરીને એક સુખમય જીવન જીવી રહ્યા છે. આ પરિવારનો હાલમાં પશુપાલનનો સારો એવો વ્યવસાય જામી ગયો છે તેમની પાસે હાલમાં 105 ગાય છે તેમજ આ ગાયોનું દરરોજ 250 લિટર દુધનું ઉત્પાદન કરી રહ્યા છે.
આ દુધમાંથી તેઓ દુધની પ્રોડ્કટ બનાવીને વિદેશમાં વેચીને તગડો નફો મેળવી રહ્યા છે. દુધમાંથી બનાવવામાં આવેલ તેમની પ્રોડક્ટની વિદેશમાં ખુબ જ માંગ રહેલી છે. દુધની પ્રોડક્ટ સાથે જ તેઓ ખેત પેદાશો જેવી કે, અનેકવિધ પ્રકારની દાળ પકવે છે અથવા તો અન્ય કોઈ ખેત પેદાશો પકવે છે તેનું ઘરમાં જ પેકિંગ કરીને વેચાણ કરવામાં આવે છે.
આ પરિવારની પુત્રવધુ પણ ગામડામાં જ રહીને પશુપાલનમાં મદદ કરે છે. પરસોત્તમભાઈના મોટા દીકરા ભાવિનની પત્ની શ્રધ્ધાએ BBA કર્યું છે જયારે નાના પુત્ર કિશનની પત્નીએ B.COM કર્યું છે. વંદના તથા શ્રધ્ધાની સાથે રહીને ગામડામાં ખેતી તેમજ પશુપાલન જેવી પ્રવૃતિમાં પોતાના પતિને હોંશભેર મદદ કરે છે.
આ પરિવાર સાથોસાથ ગીર ગાય સંવર્ધનની પણ કામગીરી કરે છે. પરસોત્તમભાઈ જણાવે છે કે, હાલના યુવાનો ઉચ્ચ અભ્યાસ કર્યા પછી પ્રાઇવેટ નોકરી કરવાનો મોહ રાખતા હોય છે તેમજ ખેતીમાં રસ ધરાવતા નથી પણ જો યોગ્ય રીતે ખેતી કરીએ તો તેના દ્વારા પણ ખુબ સારી એવી કમાણી કરી શકાય છે.
આ પરિવારે સૌપ્રથમ 2 ગાયથી વ્યવસાયની શરૂઆત કરી હતી જયારે હાલમાં તેઓ 100 જેટલી નાના-મોટી ગાયો અને ગોવંશ દ્વારા 36 વીઘા જમીન તેમજ અન્ય ખેડૂતોની 150 વિઘા જમીન મળીને લગભગ 200 વીઘાની આજુબાજુ ગાય આધારિત ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…