આ દરિયામાં તમારે ડૂબવું હોય તો પણ તમે ડૂબી નહિ શકો- જાણો તેનું રહસ્ય

Published on: 4:55 pm, Sat, 10 July 21

કહેવાય છે કે સારા તરવૈયા જ સમુદ્રમાં તરી શકે છે પરંતુ આજે તમને જે સમુદ્ર વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે સમુદ્રમાં કોઈપણ વ્યક્તિ ડૂબી શકતું નથી પછી તેને તરતા આવડતું હોય કે ન આવડતું હોય.જોર્ડન અને ઇઝરાઇલની વચ્ચે આવેલ આ સમુદ્ર ને ડેડ સી તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ સમુદ્ર વિશ્વના સૌથી ઊંડા મીઠા પાણીના તળાવ તરીકે પ્રખ્યાત થયેલ છે. એવું કહેવામાં આવે છે કે આ સમુદ્રના પાણીમાં ઉછાળો તોં આવે છે પરંતુ મીઠાના દબાણને કારણે તેમાં કોઈ પણ ડૂબી શકતું નથી.ડેડ સી એ પૃથ્વીના સૌથી નીચા બિંદુ સ્થિત છે જે સમુદ્ર સપાટીથી લગભગ1400 ફુટ નીચે છે.

વળી આ સમુદ્ર લગભગ 3 લાખ વર્ષ જૂનો છે. આ સમુદ્રની ઘનતા એટલી ઉંચી છે કે તેમાં પાણીનો પ્રવાહ નીચેથી ઉપર છે અને આ જ કારણ છે કે તમે આ સમુદ્ર માં સીધા સૂઈ જાઓ તો પણ તમે આ સમુદ્રમાં ડૂબી શકશો નહીં.ડેડ સી નામ પાછળનું સૌથી મોટું કારણ તેના પાણીની ખારાશ છે.

આ સમુદ્રનું પાણીમાં એટલું મીઠું છે કે તેમાં કોઈ દરિયાઈ જીવ જીવી શકતું નહીં. અહીં કોઈ વૃક્ષ કે ઘાસ પણ નથી. માછલી અને અન્ય પ્રાણીઓ પણ આ સમુદ્રમાં જોવા મળતા નથી. પોટાશ, બ્રોમાઇડ, જસત, સલ્ફર, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા ખનીજો આ દરિયાના મીઠામાં હોવાથી આ દરિયાનું મીઠું કોઈ ખાઈ શકતું નથી.જેથી કરીને આ દરિયામાં માત્ર પર્યટકો ની ભીડ જોવા મળે છે.