3000 બોમ્બ પણ આ માતાજીના મંદિર નું કંઈ પણ બગાડી શક્યા નહીં- જાણો 1200 વર્ષ જુના મંદિરનો ઈતિહાસ

Published on: 2:11 pm, Fri, 9 July 21

આ મંદિર રાજસ્થાનમાં આવેલ છે ભારત પાકિસ્તાન સરહદથી નજીક અને જેસલમેર થી લગભગ ૧૩૫ કિલોમીટર દૂર આવેલ છે. આ મંદિરને તનોટ માતા નું મંદિર અને યુદ્ધની દેવીનું મંદિર તરીકે ઓળખવામાં આવે છે.

આ મંદિર તેના અમુક ચમત્કારોને લઈને પ્રસિદ્ધ છે આ મંદિર 1200 વર્ષ જૂનું છે. ભારતમાં આ મંદિર ભારત પાકિસ્તાન ના યુદ્ધ ને લઈને પ્રસિદ્ધ થયું છે.1965 ના ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં પાકિસ્તાની સેનાએ આ મંદિર ઉપર લગભગ 3000 બોમ્બ ફેંક્યા હતા પણ આ મંદિરમાં એક બોમ્બ ફૂટયો નહોતો.

આ પડેલા બોમ્બ ફૂટ્યા ન હોવાથી માતાજીના ભક્તોએ આ બોમ્બ લઈ લીધા હતા અને અત્યારે તેને મ્યુઝિયમમાં સાચવવામાં આવ્યા છે એટલું જ નહીં 4 ડીસેમ્બર 1971 ની રાત્રે પંજાબ રેજિમેન્ટના એક કંપનીએ માતાજી ના આશીર્વાદ થી પાકિસ્તાનને કબ્રસ્તાનમાં ફેરવી દીધું હતું. સાથે જ એ યુદ્ધમાં ભારતનો વિજય પણ થયો હતો.

આ વિજય થી ભારતીય સેનાએ આ મંદિર પરિસરમાં એક વિજય સ્તંભ નું નિર્માણ કર્યું અને તેને અત્યારે પટાંગણ વિજય સ્તંભ ના નામથી ઓળખવામાં આવે છે. દર વર્ષે 16 ડિસેમ્બર નો દિવસ સૈનિકોની યાદમાં અહી ઉજવવામાં આવે છે. આ ધનોજ માતા ને વિશ્વ માતા તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે હિંગળાજ માતાનું સ્વરૂપ માનવામાં આવે છે.

હિંગળાજ માતાની શક્તિપીઠ પાકિસ્તાનનાં બલોચિસ્તાનમાં આવેલ છે.ચૈત્ર નવરાત્રિમાં દર વર્ષે આયોજન કરવામાં આવે છે.કે આ મંદિર પર ફેકવામાં આવેલા પાકિસ્તાનનાં બધા જ બોમ્બ નિષ્ફળ ગયા છે.જેથી પાકિસ્તાની સેનાના જનરલ પણ આ દેવી શક્તિના પ્રભાવથી દર્શન માટે ભારત સરકારની મંજૂરી લઈને આવ્યા હતા.હાલમાં પણ આ જનરલ દેવી શક્તિને લોકો ખજ પૂજે છે.

આ મંદિરનો ઉલ્લેખ બોર્ડર ફિલ્મમાં પણ કરાયો છે.મંદિર પાસે સ્થિત ચોકી માં ચાર વર્ષથી એક કોન્સ્ટેબલ ગોલીકાંત સિહા રહેતા તેને જણાવ્યું કે માતા ખૂબ જ શક્તિશાળી છે.અને માતાએ તેમની દરેક મનોકામના પૂર્ણ કરી છે.માડ પ્રદેશમાં આવડ માતાની કૃપાથી ભાટી રાજપુતો સુદત્ત રાજા સ્થાપિત રાજા તણુરાજ ભાટીએ આ સ્થાનને પોતાની રાજધાની બનાવ્યું હતું અને માતાને સુવર્ણ સિંહાસન ની ભેટ અર્પણ કરી હતી.

વિક્રમ સંવંત 1828 માં આવડ માતાએ પોતાના ભૌતિક શરીર સાથે અહી સ્થાપિત થયા હતા.માનવામાં આવે છે કે,આ માતા બલોચિસ્તાનમાં માતા હિંગળાજના સ્વરૂપમાં રહે છે.અહી દેવીને જોઈને ભક્તોની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે.આ માતા ભારતીય બોડર સિક્યુરિટી ફોર્સની દેવી માનવામાં આવે છે.

જેસલમેર અને તેની આસપાસના લોકો આ માતા ની ખુબજ ભક્તિ કરે છે .નવરાત્રિ દરમિયાન દરરોજ લાખો ભક્તો આ મંદિર પરિસરમાં એકઠા થાય છે.ઉપરાંત સવાર-સાંજની મંદિરની આરતીનો લાભ પણ લેતા હોય છે.અને નવરાત્રી માં અહી ગરબાનું આયોજન પણ કરવામાં આવે છે.