આંધ્રપ્રદેશના સત્યસાઈ જિલ્લામાં ગુરુવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. અહીં એક ઓટો પર હાઇ ટેન્શન વાયર પડતાં આગ લાગી હતી. ખેતરોમાં કામ કરવા જતા મજૂરો ઓટોમાં બેઠા હતા. જેમાંથી 7 દાઝી જવાથી મૃત્યુ પામ્યા, એકની હાલત ગંભીર છે. ડ્રાઇવર અને અન્ય 5 મુસાફરોએ ઓટોમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.
પોલીસે જણાવ્યું કે, નજીકના ગામના એક ખેડૂતે મજૂરોને બોલાવ્યા હતા. આ તમામ સાત સીટર ઓટોમાં જઈ રહ્યા હતા. અચાનક વીજ વાયર પડી ગયો અને ઓટોમાં આગ લાગી.
મજૂરો ખેતરોમાં કામ કરવા જઈ રહ્યા હતા
આ દુર્ઘટના તાદીમારી મંડલના ચિલાકોન્ડાઇપલ્લી ગામ પાસે બની હતી, જ્યારે પોલીસ પહોંચી ત્યારે 7 લોકો જીવતા સળગી ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર તમામ મજૂરો હતા. ખેતરોમાં કામ કરવા જતા હતા. લક્ષ્મી નામની મહિલાને બચાવી લેવામાં આવી છે, પરંતુ તેની હાલત નાજુક છે. મૃતકો ગુડમપલ્લી ગામના રહેવાસી હોવાનું કહેવાય છે. ડ્રાઇવરે કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.
મૃતકોના પરિજનોને 10 લાખનું વળતર
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકના પરિવારજનોને 10 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…