Tata Nano નું ઇલેક્ટ્રિક વર્ઝન જોઈને ખુશખુશાલ થઇ ગયા રતન ટાટા, જાતે જ ચલાવીને સવારીનો આનંદ માણ્યો

2527
Published on: 4:13 pm, Wed, 4 May 22

ટાટા મોટર્સ દ્વારા લખટકિયા કારના નામથી પ્રખ્યાત નેનોનું ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું છે. પરંતુ, આ કાર હજુ પણ બંધ નથી થઈ. રતનટાટાની આ ડ્રીમ કારને હાલમાં જ તેમની કંપની દ્વારા એક નવો લુક આપવામાં આવ્યો છે. જ્યારે રતન ટાટાને નેનો ઈવી ડિલિવરી કરવામાં આવી ત્યારે તેઓ પોતાની જાતને કાર ચલાવવા માટે રોકી શક્યા નહીં.

ઈલેક્ટ્રા ઈવી એક કંપની જે ઈલેક્ટ્રિક વાહનો માટે પાવરટ્રેન બનાવે છે. તેમણે લખટકિયા કારને કસ્ટમાઈઝ કરીને ઇલેક્ટ્રિક કારનું સ્વરૂપ આપ્યું. કંપની દ્વારા પોતે LinkedIn પર તેની માહિતી આપવામાં આવી હતી. કંપનીએ જણાવ્યું કે, તેના સ્થાપક રતન ટાટાને માત્ર આ કાર પસંદ જ નહિ પરંતુ તેમણે નેનો ઈવીની સવારી પણ કરી હતી. કંપનીએ જણાવ્યું કે, રતન ટાટાને 72V નેનો ઈવી પહોંચાડવી અને તેમનો પ્રતિસાદ મેળવવો એ ખુબ જ ગર્વની લાગણી છે.

આ ઉપરાંત, Electra EV દ્વારા રતન ટાટા સાથે Nano EVની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. શાંતનુ નાયડુ પણ આ તસવીરમાં રતન ટાટા અને નેનો ઈવી સાથે દેખાય છે, જે રતન ટાટાના સહયોગી છે. કંપનીએ તસ્વીર સાથે લખ્યું, ‘આ ટીમ ઈલેક્ટ્રા ઈવી માટે સત્યની ક્ષણ છે જ્યારે અમારા સ્થાપકે કસ્ટમ-બિલ્ટ નેનો ઈવીની સવારી કરી. જે ઈલેક્ટ્રા ઈવીની પાવરટ્રેન પર બનેલી છે. અમને રતન ટાટાની નેનો ઈવી પહોંચાડવા અને તેમની પાસેથી પ્રતિસાદ મેળવીને ખુબ ગર્વ થાય છે.

જણાવી દઈએ કે, નેનો EV 4 સીટર કાર છે અને તેની રેન્જ 160 કિમી છે. આ કાર 10 સેકન્ડથી ઓછા સમયમાં શૂન્યથી 60 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. આમાં લિથિયમ આયન બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટાટા મોટર્સ આ કાર વિશે જણાવે છે કે, આધુનિક ગ્રાહકોને ઇકો-ફ્રેન્ડલી વ્યક્તિગત પરિવહન પ્રદાન કરવાના અમારા પ્રયાસમાં કંઈપણ સાથે બાંધછોડ કરવામાં આવી નથી.

આ કસ્ટમ બિલ્ટ નેનો ઈવીમાં 72V આર્કિટેક્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ જ પાવરટ્રેનનો ઉપયોગ Tigor EVમાં પણ કરવામાં આવ્યો છે. કંપની દ્વારા તેની ડિઝાઇનમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા અને ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ARAI) દ્વારા 213 કિમીની પ્રમાણિત રેન્જ હાંસલ કરી છે. આમ કરવાથી, કંપની દ્વારા પાવરટ્રેનમાં કોઈ ભૌતિક ફેરફારો કરવામાં આવ્યા નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…