મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો વળાંક: એકનાથ શિંદે બનશે મહારાષ્ટ્રના CM, દેવેન્દ્ર ફડનવીસે કરી જાહેરાત

215
Published on: 5:11 pm, Thu, 30 June 22

મહારાષ્ટ્રમાં 10 દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાનો ક્લાઈમેક્સ ખૂબ જ ચોંકાવનારો હતો. ગુરુવારે શિવસેનાના બળવાખોર જૂથના નેતા એકનાથ શિંદે ગોવાથી મુંબઈ પહોંચ્યા હતા. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તેમને રાજ્યપાલને મળવા લઈ ગયા. આ બેઠક બાદ કરાયેલી જાહેરાતથી રાજકીય પંડિતોનું પણ ગણિત ખોરવાઈ ગયું હતું. ફડણવીસે કહ્યું કે, એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી હશે.

ફડણવીસે કહ્યું કે, શિંદે ગુરુવારે સાંજે 7.30 વાગ્યે એકલા શપથ લેશે. તેમણે કહ્યું કે, ભાજપે હિંદુત્વ માટે શિંદેને સમર્થન આપ્યું છે. સરકારમાં પાર્ટી સામેલ થશે, પરંતુ ફડણવીસ તેનો ભાગ બનશે નહીં.

પ્રેસ કોન્ફરન્સમાં એકનાથ શિંદેની સાથે આવેલા ફડણવીસે કહ્યું, “2019માં ભાજપ અને શિવસેનાએ સાથે મળીને ચૂંટણી લડી હતી. અમારી બહુમતી 170 સીટો સુધી જઈ રહી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રેલીમાં મુખ્ય પ્રધાનના નામની જાહેરાત કરી હતી, પરંતુ ચૂંટણી પછી શિવસેનાએ એવા લોકો સાથે ગઠબંધન કર્યું હતું જેમની સાથે બાળાસાહેબ ઠાકરે આખી જિંદગી લડ્યા હતા.

દેવેન્દ્ર ફડણવીસે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, જનતાએ મહાવિકાસ અઘાડીને બહુમતી આપી નથી. ચૂંટણી પછી ભાજપ સૌથી મોટો પક્ષ હતો. શિવસેના અમારી સાથે ચૂંટણી લડી, પરંતુ કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવી. ઉદ્ધવ ઠાકરેએ બાળાસાહેબ ઠાકરેના મંતવ્યો પણ હોલ્ડ પર રાખ્યા.

ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રના ઈતિહાસમાં પહેલીવાર સરકારના બે મંત્રીઓ જેલમાં છે. બાળાસાહેબ હંમેશા દાઉદનો વિરોધ કરતા હતા, પરંતુ ઉદ્ધવ સરકારના એક મંત્રી દાઉદ સાથે જોડાયેલા છે. જેલમાં ગયા પછી પણ તેમને મંત્રી પદ પરથી હટાવવામાં આવ્યા નથી. આ બાળાસાહેબનું અપમાન છે.

ઉદ્ધવ ઠાકરેના રાજીનામા પછી, ભારતીય જનતા પાર્ટી (BJP) એકનાથ શિંદેના નેતૃત્વમાં બળવાખોર શિવસેના ધારાસભ્યોના સમર્થન સાથે રાજ્યમાં સત્તા પર પાછા ફરવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે યોજાનાર વિશ્વાસ મત પહેલા જ બુધવારે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે વિધાન પરિષદના સભ્યપદેથી રાજીનામું આપવાની પણ જાહેરાત કરી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…