પિતા પશુપાલક અને આઠ દીકરીઓ બની નેશનલ પ્લેયર અને પાંચ પોલીસ કોન્સ્ટેબલ- રુવડા ઉભા કરી દેશે આ લેખ

Published on: 7:19 pm, Sun, 15 August 21

હાલના સમયમાં દીકરીઓ દીકરા થી એક કદમ આગળ ચાલી રહી છે. રમત ગમત થી માંડીને મોટા મોટા બિઝનેસમાં આજે દીકરીઓ દીકરાઓ કરતાં પણ વધારે સફળતા મેળવવા સક્ષમ બની છે. આજ સુધી દેશમાં કેટલી દીકરીઓ પર અત્યાચાર આચરવામાં આવતો હતો, લોકો કહેતા હતા કે દીકરીઓથી શું થાય? તેમણે તો ઘર અને છોકરા જ સાચવવાના હોય! પરંતુ આજે આવી વિચારધારા રાખનારા દરેક લોકોના મોંઢા ઉપર તાળા મારી આજ ની દીકરીઓ વિશ્વમાં ડંકો વગાડી રહી છે.

દીકરીઓનો આવો જ એક પ્રસંગ હાલ સામે આવ્યો છે, જેમાં એક જ પરિવારની આઠ દીકરીઓ નેશનલ પ્લેયર અને પાંચ દિકરીઓ પોલીસ કોન્સ્ટેબલ બનીને પિતા નું માથું સમાજમાં ઊંચું કરી દીધું હતું. આજે દરેક ક્ષેત્રમાં દીકરીઓ પરિવારનું નામ રોશન કરી રહી છે. ઘણા ક્ષેત્ર તો એવા પણ હોય છે કે જેમાં દીકરાઓ કરતાં દીકરીઓ વધારે પ્રભાવશાળી એ સાબિત થાય છે. હાલ આજ વાતની સાબિતી રાજસ્થાનના ચૂરું જિલ્લાના એક ગામની ૮ દીકરીઓએ કરી બતાવી છે. આ આઠે આઠ દીકરીઓ એક જ પરિવારની છે અને તમામ દીકરીઓ રાષ્ટ્રીય ખેલાડી છે.

મહત્વની વાત તો એ છે કે, અહિયાં સુધી પહોંચવા માટે આ પરિવાર પાસે કોઈ પણ આર્થિક સગવડ કે તાલીમ નહોતું, તેમ છતાં નાનકડા પરિવારમાંથી આવતી આ દીકરીઓએ દેશભરમાં ડંકો વગાડ્યો છે. તેમના પિતા પોતે પશુપાલક છે. એથ્લેટિકસમાં પોતાની છબિ ઊભી કરવા આ દીકરીઓએ પિતાના ખેતરને રમતનું મેદાન બનાવી દીધું હતું, દીકરીઓની હિંમત ને પ્રોત્સાહન આપી પિતાએ પણ દરેકનો હોસલો વધાર્યો હતો અને આજે દીકરીઓની દિનરાત ની મહેનત અને કુશળતા ના આધારે દરેક દીકરીઓએ પોતાના પરિવારનું નામ દેશભરમાં ગુંજતું કર્યું છે.

જે ગામના લોકો દીકરીનો જન્મ તા મેણા ટોણા મારતા હતા આજે એ જ લોકો આ દીકરીઓ પોતાના ગામની છે તેમ માનીને ગર્વ કરી રહ્યા છે. પોતે જ નહીં પરંતુ ગામની અને રાજ્યની બીજી લાખો યુવતીઓને પ્રેરણા પૂરી પાડી આ દીકરીઓએ એથ્લેટીક્સમાં પોતાની આગવી છાપ ઉભી કરી છે.

સુમન: નેશનલ લેવલ એથ્લેટીક્સ
દેવકરણ ચૌધરીની બીજી દીકરી નું નામ છે સુમન ચૌધરી. સુમન સરોજ કરતા મોટી છે. સાથે સાથે સુમને MA પાસ કર્યું છે અને રાષ્ટ્રીય સ્તરે એથ્લેટીક્સમાં પોતાની આગવી પ્રતિભા ઊભી કરી છે.

કમલેશ: છ વાર સ્ટેટ લેવલ મેડલ વિજેતા અને પોલીસ કોન્સ્ટેબલ
ત્રીજી દીકરી નું નામ કમલેશ ચૌધરી છે, કમલેશ ચૌધરી સ્નાતક છે. સાથે સાથે કમલેશ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની ખેલાડી પણ રહી ચૂકી છે. હાલ કમલેશ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહી છે.

કૈલાશ કુમારી: CID CB માં કોન્સ્ટેબલ
કૈલાશ શિશુપાલ ચૌધરી ની દીકરી છે, રાષ્ટ્રીય ખેલાડી કૈલાસ કુમારી સ્નાતક છે. હાલમાં તે cid માં કોન્સ્ટેબલ તરીકેની ફરજ બજાવે છે.

સુદેશ: પોલીસ કોન્સ્ટેબલ અને સ્ટેટ લેવલ પ્લેયર
શિશુપાલ ચૌધરીની બીજી દીકરી નું નામ સુદેશ છે. બીજી દરેક બહેનો ની જેમ સુદેશ એ પણ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને પોતાનું નામ રોશન કર્યું હતું. હાલ તે પોલીસ કોન્સ્ટેબલ તરીકેની ચાર્જર લઇ રહી છે.

નિશા: 20-20 મેડલ વિજેતા
શિશુપાલ ચૌધરી ની ત્રીજી દીકરી એટલે નિશા. નિશાના ભણતરની વાત કરીએ તો તેની પાસે બેચલર ડિગ્રી છે. સાથે સાથે નિશાએ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. નિશાએ રાજ્યકક્ષાએ 20-20 મેડલ જીતીને પરિવારનું અને પોતાના ગામનું નામ રોશન કર્યું હતું.

પૂજા: 5 મેડલ વિજેતા
શિશુપાલ ચૌધરી ની દીકરી પૂજા પણ સ્નાતક છે. પૂજા પણ રાજ્ય કક્ષા સુધી રમી છે. આટલું જ નહીં પરંતુ પાંચ મેડલ જીતીને પિતા નું ગૌરવ વધાર્યું છે.

સુમિત્રા: RAC કોન્સ્ટેબલ અને મેડલ વિજેતા
સુમિત્રા રામ સ્વરૂપ ચૌધરીની દીકરી છે, તેના અભ્યાસ ની વાત કરીએ તો પોતે બીએડ પાસ છે. પોતે બે મેડલ જીતીને હાલમાં આરએસી માં કોન્સ્ટેબલ તરીકેની ફરજ બજાવી રહી છે.