સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે રીંગણ- એક-બે નહિ અધધધ… આટલી બધી બીમારીઓ થશે દુર

146
Published on: 10:12 am, Thu, 24 June 21

બદલાતી મોસમમાં, તમે ફળો અને શાકભાજીથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરી શકો છો. તમારે તમારા આહારમાં રીંગણા નો સમાવેશ કરવો જ જોઇએ. રીંગણામાં વિટામિન સી હોય છે, જે પ્રતિરક્ષાને મજબૂત બનાવે છે.

રોગપ્રતિકારક શક્તિ કઈ રીતે વધે જાણો : રીંગણા એ એવી શાકભાજી છે જે બધી ઋતુ માં ઉપલબ્ધ હોય છે. જોકે કેટલાક લોકોને રીંગણાનો સ્વાદ ખૂબ જ ગમતો હોય છે અને કેટલાક લોકો રીંગણ ખાતા જ નથી.

તે માત્ર સ્વાદ માટે જ નહીં સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.રીંગણા માં આવા ઘણા પોષક તત્વો છે જે તમને અન્ય શાકભાજીમાં સરળતાથી મળતા નથી. તમે રીંગણા અને બટાકા સાથે ભળીને તેનું શાક બનાવીને ખાઈ શકો છો.

આ સિવાય તમે રીંગણ ફ્રાય, રીંગણ પકોડા અને રીંગણ નું પર છું ભરથું ખાઈ શકો છો.તેમાં વિટામિન અને ફીનોલિક્સ જેવા ગુણધર્મો છે. જેના કારણે અનેક સમસ્યાઓ દૂર થાય છે.

એટલું જ નહીં, આપણી રોગપ્રતિકારક શક્તિ પણ વધારીને વધારવાનું કાર્ય કરે છે.લોકોમાં એવી માન્યતા છે કે રીંગણ એ શ્રાવણ માસમાં ખાવા જોઈએ નહીં.

પરંતુ આ માન્યતા તદ્દન ખોટી છે રીંગણ બારે માસ ખાવાથી ફાયદા થાય છે તેથી રીંગણ ખાવા જોઈએ.રીંગણ એ બે કલર ના હોય છે સફેદ અને જાંબલી કલર ના, તેમાં સૌથી વધારે પોષક તત્વો જાંબલી કલર ના રીંગણ માં આવેલા હોય છે.