
અવારનવાર ખેડૂતોને પાકમાં કોઈ કારણસર અથવા તો વરસાદ ન થવાથી પાક નષ્ટ થઈ જતો હોય છે જેને કારણે ખેડૂતોને ખુબ મોટું નુકશાન થતું હોય છે. આ સમયમાં ઘણીવાર ખેડૂતો આપઘાતનું પગલું પણ ભરી લેતા હોય છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવ્યા છે.
રાજ્યમાં આવેલ વડોદરા જીલ્લાના કરજણ તથા પાદરા તાલુકામાં ઉભા પાકને નવો રોગ લાગ્યો છે. કપાસના ઊભા પાકમાં વાયરસ ફરી વળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. હજારો વિઘામાં ઉગાડેલ કપાસના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે.
આ ખેતરમાં ઉગાડેલા કપાસમાં વાયરસને લીધે છોડ સુકાઈ ગયા છે. ફક્ત 5-6 દિવસમાં આખા છોડ બળી જતા હોવાનો ખેડૂતો દ્વારા દાવો કરવામાં આવ્યો છે. જો કે, ખેડૂતોઈ રજૂઆત કર્યા પછી કરજણ તાલુકામાં ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
ખેડૂતો જણાવે છે કે, અમારા સહિત કેટલાક ગામમાં વાઈરસને લીધે પાક બગડી ગયો છે. આની સાથે દીવેલામાં પણ અસર જોવા મળી રહી છે. આની સાથે કરજણમાં પણ ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં પાક નુકસાન થયું તે પ્રમાણે સહાયની માગણી કરવામાં આવી છે.
જયારે કરજણમાં થતા સરવેની કામગીરી મુજબ પાદરા તાલુકાના ખેડૂતોએ પણ સર્વે તથા યોગ્ય વળતરની માગણી કરવામાં આવી છે. ખેડૂતો જણાવે છે કે, અંદાજે હજાર વિઘામાં વાઈરસને લીધે સંપૂર્ણ પાક બળી ગયો છે. કોઈ દવા કામ આવતી નથી. ખેડૂતોને વાઈરસને લીધે મોટું નુકસાન ઉઠાવવું પડ્યું છે.