
હાલમાં થોડા દિવસ બાદ જયારે ગણેશ ચતુર્થીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે હાલમાં એક જાણકારી સામે આવી છે. રાજ્યમાં આવેલ જૂનાગઢના કોયલી ગામનાં પ્રગતિશીલ મહિલા ખેડૂતે ગોબરના ગણપતિ બનાવ્યા છે. પ્રગતિશીલ મહિલા ખેડૂત ગાય આધારિત ખેતી તેમજ પશુપાલન દ્વારા લાખોની કમાણી કરે છે.
રક્ષાબંધન નિમિત્તે ગોબરની રાખડીઓ બનાવ્યા પછી ગણેશોત્સવમાં લોકો ગણપતિની સ્થાપના કરતાં હોય છે ત્યારે મહિલા ખેડૂત દ્વારા હાલમાં ગોબરના ગણપતિ બનાવવામાં આવ્યા છે કે, જેનું લોકો પોતાના ઘરમાં જ પોતાના ક્યારામાં અથવા તો તુલસીના કુંડામાં વિસર્જન કરી શકે છે તેમજ કોઈ નુકશાન પણ થતું નથી.
વિસર્જન કર્યા પછી તે ખાતર તરીકેનું કામ આપે છે. હાલમાં જૂનાગઢમાં ગોબરના ગણપતિની ખુબ માંગ રહેલી છે. ભાવનાબેન ત્રાંબડીયા નામના પ્રગતિશીલ મહિલા ખેડૂતની કોયલી ગામમાં ગૌશાળા આવેલ છે. આની સાથે જ તેમની પાસે 40 જેટલી ગીર ગાયો છે.
ગૌશાળામાંથી નીકળતાં છાણ તેમજ ગૌમુત્રનો તેઓ સંપૂર્ણપણે ઉપયોગ કરી રહ્યા છે. પોતાના ખેતરમાં જ તેઓ જીવામૃત તેમજ ઘન જીવામૃત બનાવી રહ્યા છે. પોતાના ખેતરમાં તો તેનો ઉપયોગ કરે જ છે. આની સાથે જે ખાતર વધે છે તેનું વેચાણ પણ કરવામાં આવે છે.
આ જ ગોબરના ઉપયોગથી હાલમાં તેઓ ગણપતિની મૂર્તિઓ પણ બનાવી રહ્યા છે. ગાયનું ગોબર નીકળે છે તેને સૌપ્રથમ સુકવીને તેમજ ત્યારબાદ એને ચાળીને તેનો પાવડર બનાવવામાં આવે છે. પછી એને લોટની જેમ બાંધીને ગણપતિની ડિઝાઈનના મોલ્ડમાં નાખવામાં આવે છે.
ત્યારબાદ તેને સૂકવ્યા ઓછી એક ખુબસુંદર મજાની ગણપતિની મૂર્તિ તૈયાર કરવામાં આવે છે. આ ગણપતિ સંપૂર્ણપણે ઈકોફ્રેન્ડલી છે. ગણેશોત્સવ વખતે લોકો પોતાના ઘરમાં અથવા તો ઓફીસમાં ગણપતિની સ્થાપના કરતાં હોય છે ત્યારે અંતિમ દિવસે તેનું વિસર્જન કરતાં હોય છે.
આ ગણપતિની મૂર્તિની ખાસિયત એ છે કે, તેની સાઈઝ માત્ર 1 ફુટની છે તેમજ વજન પણ ખુબ હળવું છે તથા તેનું ઘરમાં પણ વિસર્જન કરી શકાય છે. ઘરમાં કોઈ પાણીના પાત્રમાં તેનું વિધિવત વિસર્જન કર્યા પછી તેને ફુલ છોડના ક્યારામાં અથવા તો તુલસી ક્યારામાં પધરાવવામાં આવે તો કોઈ નુકશાન થતું નથી.
કારણ કે, તે ગાયના છાણમાંથી બનાવેલ હોવાને લીધે વિસર્જન કર્યા પછી ખાતર તરીકેનું કામ આપે છે તેમજ ફુલ છોડ અથવા તો પર્યાવરણને પણ કોઈ નુકશાન થતું નથી. ભાવનાબેન બપોરે પોતાના ખેતર તથા ઘરકામ પૂરું કરીને ગોબરના ગણપતિ બનાવે છે. જો કે, આ તેમનો પ્રથમ પ્રયાસ હોવાથી તેમણે 100 ગણપતિ બનાવ્યા છે તેમજ તે ટપોટપ વેચાઈ પણ ગયા છે.
નાની મોટી સાઈઝના ગોબરના ગણપતિ 300 થી 500 રૂપિયા પ્રતિ મૂર્તિના ભાવે વેચે છે તેમજ શહેરની બજારમાં પણ ગોબર ગણપતિની માંગ સતત વધતી જઈ રહી છે. ભાવનાબેન ત્રાંબડીયા પશુપાલન તથા ઓર્ગેનિક ખેતીમાંથી લાખો રૂપીયાની કમાણી તો કરે જ છે તેમજ હવે પોતાના સૌપ્રથમ પ્રયત્નથી ગોબર ગણપતિ બનાવે છે.
આની પહેલા તેમણે રક્ષાબંધનના પર્વ પર ગોબરની રાખડીઓ બનાવી હતી તેમજ તેમાં પણ તેમને સફળતા મળી હતી તથા હવે તેમને ગોબરના ગણપતિમાં પણ સફળતા મળી છે. એક પ્રગતિશીલ મહિલા ખેડૂત તરીકે તેમનો આ પ્રયત્ન ગાય આધારિત ઓર્ગેનિક ખેતી બાજુ વળવા લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…