આજકાલ અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે ફરીવાર એક ગોઝારો અકસ્માત સામે આવ્યો છે. જેમાં હારિજનો પંચાલ પરિવાર પાટણના ખારીવાવડી ગામે વિરદાદાના દર્શન કરી પરત આવી રહ્યો હતો. ત્યારે અડીયા ગામે ઇકોનું ટાયર ફાટતા ડિવાઈડર સાથે અથડાઈ પલટી મારતાં 4 વર્ષીય બાળકનું કરુણ મોત નીપજ્યું હતું અને મૃતકના દાદા દાદીને ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, હારિજ શહેરનો પંચાલ પરિવાર સવારે તેમના માતાજીના દર્શન કરવા પાટણ તાલુકાના ખારીવાવડી ગામે ગયો હતો. જે દર્શન કરી અનાવાડા ગામે વિરદાદાના દર્શન કરી હારિજ પરત આવવા નીકળ્યા હતા. આ દરમિયાન, અડીયા નજીક ચંદુમાણાંના પાટિયા નજીક આવતા ઇકો ગાડી (GJ 5 JP 5487)નું ટાયર ફાટતા ગાડી ડિવાઈડર સાથે અથડાઈ પલટી મારી ગઈ હતી.
જેમાં વિક્રમભાઈ વિનુભાઈ પંચાલનો 4 વર્ષીય પુત્ર આલોક ગાડી બહાર ફેંકાઈ રોડ પર પટકાતા ગંભીર ઇજાઓ થઈ હતી. જેને પાટણ જનતા હોસ્પિટલમાં લઈ જવાતા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે ઇકો ગાડીમાં પરિવારના વૃદ્ધ વિનુભાઈ નાથાલાલ પંચાલ (ઉ. 67) અને ડઈબેન વિનુભાઈ પંચાલ ઉ.60ને ઇજાઓ થતા 108 મારફતે હારિજ રેફરલમાં લઈ જવામાં આવ્યા હતા. નાના બાળકનું કરુણ મોત નિપજતા પંચાલ પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. જોકે, આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવી ન હોવાનું પરિવારના લોકોએ જણાવ્યું હતું.
જાણવા મળ્યું છે કે, ચંદ્રુમાણા ગામના અશ્વિનકુમાર શિવપ્રસાદ વ્યાસ અને તેમનો પુત્ર પાટણથી ચંદ્રુમાણા જઈ રહ્યા હતા. ત્યારે તેમની નજર સામે આ ઘટના બની હતી. તેમણે જણાવ્યું કે, ટાયર ફાટતાં અચાનક ગાડી ડિવાઈડર સાથે અથડાઈ હતી અને બાળક રોડ પર પટકાયો હતો. ગાડીમાં બેઠેલા લોકોને ઘટનાસ્થળે આવેલ દુકાનો વાળા અને અમે બધા મળીને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં હારિજથી પાટણ જઈ રહેલા ઇમ્તિયાજ રહેમતખાન શેખની ગાડીમાં બાળક અને તેના માતા-પિતાને પાટણ જનતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…