નોકરીને ઠોકર મારી ખેતી કરનાર આ ખેડૂતભાઈ હાલમાં કરી દર મહીને કરી રહ્યા છે 8 લાખની બમ્પર કમાણી- જાણો કેવી રીતે?

292
Published on: 2:21 pm, Sun, 5 September 21

હાલમાં દેશના ખેડૂતો અનેકવિધ પાકોની ખેતીમાંથી લાખો રૂપિયાની કમાણી કરતા થયા છે ત્યારે હાલમાં આવી જ એક ખેતીને લગતી તેમજ ખુબ ઉપયોગી જાણકારી સામે આવી છે. શું આપ આપની બોરીંગ નોકરીથી કંટાળીને પૈસાની તંગીથી ઝઝૂમી રહ્યા છો, તો અમે અહીં આપના માટે ફાયદાની વાત લઈને આવ્યા છીએ.

ખીરાનું વાવેતરમાંથી કરો લાખો રૂપિયાની કમાણી:
આ પાકનું સમયચક્ર 60થી 80 દિવસમાં પુરૂ થઈ જતું હોય છે. આમ તો કાકડી ગરમીની સિઝનમાં થાય છે પરંતુ વરસાદની સિઝનમાં કાકડીનો પાક વધુ થાય છે. કાકડીની ખેતી માટીમાં કરવામાં આવે છે તેમજ કાકડીની ખેતી માટે જમીનનું PH 5.5થી 6.8% શ્રેષ્ઠ માનવામાં આવે છે. કાકડીની ખેતી નદી અથવા તો તળાવના કિનારે કરવાનું ખુબ સારૂ મનાય છે.

સરકારની સબસીડી લઈને શરૂ કરો આ બિઝનેસ:
ઉત્તરપ્રદેશનાં એક કિસાન દુર્ગાપ્રસાદ કે, જેઓ કાકડીની ખેતીમાંથી લાખો રૂપિયાની કમાણી કરી શકે છે. તેઓ જણાવે છે કે, આ ખેતીમાં કમાણી કરવા માટે ખેતરમાં કાકડીનું વાવેતર કર્યુ હતું તેમજ ફક્ત 4 માસમાં 8 લાખ રૂપિયાની કમાણી કરી હતી.

તેમને પોતાના ખેતરમાં નેધરલેન્ડની કાકડીનું વાવેતર કર્યુ હતું. દુર્ગાપ્રસાદના જણાવ્યા પ્રમાણે નેધરલેન્ડથી આવા પ્રકારની કાકડીના બીયારણ મંગાવીને વાવેતર કરનાર તેઓ સૌપ્રથમ ખેડૂત છે. એમાં ખાસ વાત તો એ છે કે, આ જાતિના કાકડીઓમાં બીજ હોતા નથી.

જેને લીધે ખુબ મોટી હોટલોમાં કાકડીઓની માંગ વધારે રહેલિ છે. દુર્ગાપ્રસાદ કહે છે કે, તેણે બાગાયત વિભાગ તરફથી 18 લાખ રૂપિયાની સબસિડી લઈને ખેતરમાં સેડનેટ હાઉસ બનાવવામાં આવ્યું હતું. સબસિડી લીધા બાદ પણ મારે 6 લાખ રૂપિયા જાતે જ ખર્ચવા પડ્યા હતા. આની સિવાય તેને નેધરલેન્ડ્સમાંથી 72,000 રૂપિયાના બિયારણ મગાવ્યા હતા. બીજ વાવ્યાના 4 મહિના બાદ તેણે ફક્ત 8 લાખ રૂપિયાની કાકડીઓ વેચી હતી.

આ વ્યવસાયની માંગ કેમ છે?
આ કાકડીની ખાસિયત છે કે, તેની કિંમત સામાન્ય કાકડીની સરખામણીમાં બે ગણી વધુ છે. જ્યારે દેશી કાકડી કુલ 20 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે, નેધરલેન્ડની આ કાકડી 40 થી 45 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. જો કે, આખા વર્ષમાં તમામ પ્રકારની તેની માંગ રહે છે. તમે માર્કેટિંગ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકો છો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…