માત્ર 25 હજારથી શરુ થતી આ ખાસ ખેતી ખેડૂતોને દર મહીને કરાવશે 3 લાખની ચોખ્ખી કમાણી

Published on: 10:24 am, Wed, 11 August 21

હાલમાં ખેડૂતભાઈઓ માટે એક એવી જાણકારી સામે આવી છે કે, જેથી તેઓ ખુબ ઓછા ખર્ચે વધારે આવક મેળવી શકશે. શુ તમે ખુબ ઓછા પૈસા ખર્ચ કરીને વેપારની શરૂઆત કરવા માંગતા હો તો આજે જ અમે આપને એક ખાસ બિઝનેસ આઇડિયા વિશે જણાવવા માટે જઈ રહ્યા છીએ.

જેની શરૂઆત કરીને તમે ખુબ સારી એવી કમાણી કરી શકો છે. ખાસ વાત તો એ છે કે, સરકાર તરફથી 50% સુધીની સબ્સિડી પણ મળી રહે છે. અહીં નોંધનીય છે કે, હાલમાં મોતીની ખેતી પર લોકો ધ્યાન આપી રહ્યા છે ત્યારે તેની ખેતીમાંથી લોકો લાખોપતિ બની ચુક્યા છે.

મોતીની ખેતી માટે કઇ વસ્તુની જરૂર પડશે?
મોતીની ખેતી કરવા માટે એક તળાવ, છીપ કે જેનાથી મોતી તૈયાર થાય છે તેમજ તાલીમ. આ ૩ વસ્તુની જરૂર પડે છે. તળાવ તો તમે પોતે પણ ખોદાવી શકો છો અથવા તો સરકાર 50% સબ્સિડી આપે છે, તેનો પણ લાભ લઇ શકો છો. છીપ ભારતના અનેકવિધ રાજ્યોમાં મળી રહે છે.

જો કે, દક્ષિણ ભારત તથા બિહારના દરભંગાના છીપની ક્વાલિટી ખુબ સારી હોય છે. તેની તાલીમ માટે પણ દેશમાં કેટલીક સંસ્થાઓ કાર્યરત છે. મધ્ય પ્રદેશમાં આવેલ હોશંગાબાદ તથા મુંબઈથી મોતીની ખેતીની તાલીમ પણ લઇ શકાય છે.

જાણો કેવી રીતે મોતીની ખેતી કરવી?
સૌપ્રથમ તો છીપને એક જાણમાં બાંધીને 15 દિવસ માટે તળાવમાં નાંખવામાં આવે છે કે, જેથી તે પ્રમાણે હવામાન તૈયાર કરી શકે. ત્યારપછી તેને બહાર કાઢીને તેમની સર્જરી કરવામાં આવે છે. સ્નાયુઓ ઢીલા થયા પછી છીપોની સર્જરી કરીને તેની સપાટી પર 2-3MMનું છિદ્ર કરવામાં આવે છે. આની સાથે જ ઈમાં રેતીનું એક નાનું કણ નાંખવામાં આવે છે. આ રેતીનું કણ જ્યારે છીપને વાગે ત્યારે છીપ રેતીના કણ પર તેની અંદરથી નિકળતો પદાર્થ છોડવાની શરૂઆત કરી દે છે.

25,000 રૂપિયાને ખર્ચે કરો શરૂઆત:
એક છીપને તૈયાર થતા 35,000 રૂપિયાનો ખર્ચ થાય છે. જ્યારે તૈયાર થતા બાદ એક છીપમાંથી 2 મોતી નિકળે છે તથા મોતી ઓછામાં ઓછા 120 રૂપિયામાં વેચાય છે. જો ક્વાલિટી ખુબ સારી હોય, તો 200 રૂપિયાથી પણ વધારે ભાવ મળી શકે છે.

જો તમે એકરદીઠ તળાવમાં 25,000 છીપ નાંખો તો તેના પર લગભગ 8 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. તૈયાર થવાના ક્રમમાં કેટલાક છીપ ખરાબ થઇ જાય તો પણ 50%થી વધારે છીપ સુરક્ષિત નિકળે છે. જેથી સરળતાથી 30 લાખ રૂપિયાની વાર્ષિક કમાણી થઇ શકે છે.