ગુજરાતના આ નાનકડા ગામના ખેડૂતે ખાસ પદ્ધતિથી 100 એકરમાં થતું ઉત્પાદન માત્ર એક એકરમાં કરી બતાવ્યું

486
Published on: 10:28 am, Sun, 17 October 21

સમગ્ર રાજ્યમાં સૌપ્રથમવાર તથા સૌપ્રથમ ઇઝરાયેલી ટેકનોલોજીથી હળદરની ખેતી સાબરકાંઠામાં આવેલ હિંમતનગર પાસેના રૂપાલ કંપા ગામનાં ખેડૂતભાઈએ શરૂ કરી છે કે, જેમાંથી તેઓ કરોડોની કમાણી કરી રહ્યા છે. સામાન્ય રીતે હળદરની ખેતી કરવા માટે પ્રકાશની જરૂર પડતી હોય છે. આવા સંજોગોમાં રૂપાલ ગામના ખેડૂતે ઇઝરાયેલી ટેકનોલોજી મારફતે 100 એકર જમીનમાંથી ફક્ત 1 એકરમાં વાવીને આવક તથા ઉત્પાદનમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે.

ગાંભોઈ વિસ્તારના રૂપાલ કંપા ગામનાં આ ખેડૂતભાઈએ હળદરની ખેતી માટે નેટ હાઉસનો ઉપયોગ કર્યો છે. આ ખેતીમાં અલગ-અલગ 6 જેટલા લેયર બનાવીને એમાં હળદરનું વાવેતર કરાયું છે. સામાન્ય સંજોગોમાં ફક્ત 1 એકરમાં જેટલી હળદરનું ઉત્પાદન થાય તેના કરતાં ખૂબ વધારે ઉત્પાદન ઇઝરાયેલી ટેકનોલોજીમાંથી મળી શકે છે.

આ ટેકનોલોજી મારફતે પાણી, મજુરી, વીજળી તથા જમીનનો પણ બચાવ થાય છે કે, જેથી પાક પણ વિશિષ્ટ રૂપે મળી શકે છે તેમજ બજાર કિંમત પણ બીજા પાક કરતા સવિશેષ મળી શકે છે. હિંમતનગર તાલુકામાં આવેલ રૂપાલ કંપા ગામમાં બાગાયતી ખેતીમાં ગામ મોટું નામ ધરાવે છે.

આ ગામમાં રાજ્યમાંથી સૌપ્રથમવાર ઇઝરાયેલ પદ્ધતિથી હળદરની ખેતીની શરૂઆત થઈ છે. આ ગામમાં ખેડૂત ચંદ્રકાંતભાઈએ સૌપ્રથમવાર ઈઝરાયેલ પદ્ધતિથી હળદરની ખેતી શરૂ કરી છે. સીધી જમીન પર ખેતી કરે તો ખેડૂતોને ખુબ ઓછું ઉત્પાદન મળતું હોય છે ત્યારે ઈઝરાયલ પદ્ધતિથી ખેતી કરતા એક જ જમીનમાંથી 4 ગણું ઉત્પાદન મેળવી શકાય છે.

આ જ કારણ છે કે તેમણે ઇઝરાયેલની ખેતી પદ્ધતિ અપનાવી છે. સામાન્ય રીતે એક એકર જમીનમાંથી વધારેમાં વધારે 60 ટન જેટલું જ હળદરનું ઉત્પાદન થતું હોય છે. જ્યારે ઇઝરાયેલી ટેકનોલોજીની મદદથી 600 ટનથી વધુનું ઉત્પાદન મેળવી શકાય છે કે. જેથી 1 એકર જમીનમાંથી 3 કરોડથી વધુની આવક મેળવી છે.

ખેડૂત ચંદ્રકાંતભાઈ પટેલે ફક્ત 4 એકરમાં અંદાજે 10 કરોડના ખર્ચે ગ્રીન હાઉસ બનાવીને સ્વાસ્થ્ય વર્ધક માનવ દવા તેમજ સૌંદર્ય પ્રસાધનોની બનાવટના ઉપયોગમાં લેવામાં આવતા મસાલા પાક એવા હળદરની ખેતી શરૂ કરી દીધી છે. આની માટે તેઓેએ હાઈટેક વર્ટિકલ ફાર્મિગ અંતર્ગત કોન્ટ્રેક ફાર્મિંગ ખેતી માટે ગ્રીન હાઉસમાં જમીન પર સ્કલ્ચર બનાવીને ગેલ્વેનાઈઝ ટ્રે સિસ્ટમમાં ફળદ્રુપ માટી નાખીને હળદરનું વાવેતર કર્યું છે.

એકવખત રોકાણ કર્યા બાદ ટૂંક જ સમયમાં એનું પરિણામ મળી જાય છે તથા ખેતી કરવા માટે થતાં અન્ય ખર્ચામાં પણ ઘટાડો આવે છે. જેમ કે, આ ટેકનોલોજી થકી બધા જ હાઉસમાં ટપક પદ્ધતિ એટલે કે, ડ્રિપ ઈરીગેશનનો ઉપયોગ કરાયો છે કે, જેથી ખુબ ઓછા પાણીમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

આ આધુનિક ખેતીમાં પાણીથી માંડીને મજૂરી તથા વીજળીનો પણ બચાવ થાય છે ત્યારે આ પદ્ધતી અપનાવવા માટે નાના ખેડૂતોને પણ જો રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી અથવા તો યોજના અંતર્ગત મદદ મળી રહે તો ચોક્કસપણે આપણાં ખેડૂતોની આવક અનેકગણી વધી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…