ખાંભામાં લોકોની હાજરીમાં જાહેર રસ્તા પર વહેલી સવારે સિંહે પશુનું મારણ કરીને મિજબાની માણી- જુઓ વિડીયો

307
Published on: 2:30 pm, Sat, 18 June 22

અમરેલી જીલ્લામાં સિંહનો ત્રાસ ખુબ જ વધી રહ્યો છે. ગામમાં આવીને ગાય, ભેંસ અને બકરીઓનું મારણ કરે છે. ખાંભાના ઈંગોરાળા ગામમાં વહેલી સવારે સિંહ આવી ચડ્યો હતો. બજાર અને રહેણાક વિસ્તારમાં સિંહ શિકારની શોધમાં હતો, એ વચ્ચે પશુ આવી ચડતાં સિંહે એનો શિકાર કરી લીધો હતો અને મિજબાની માણી રહ્યો હતો.

ગ્રામલોકોને ખબર પડતાં તેમણે સિંહને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સિંહે આરામથી લોકોની હાજરીમાં જાહેર ચોકમાં પશુનું મારણ કરી તેને ખાતો હતો. લોકોએ સિંહના ફોટા તેમજ વીડિયો ઉતાર્યા હતા. એના વીડિયો હાલ વાઇરલ થઈ રહ્યા છે.

ગ્રામ્ય વિસ્તારમાં અનેક વખત સિંહ આવે છે
ઈંગોરોળા ગામમાં વહેલી સવારમાં એક સિંહ પશુનું મારણ કરી મિજબાની માણી રહ્યો હોવાનું સામે આવ્યું છે. જિલ્લામાં સિંહોની સંખ્યા વધી રહી છે, જેથી શિકારની શોધમાં સિંહો આમથી તેમ ભટકી રહ્યા છે, જેને કારણે ઘણી વખત સિંહો ગામડામાં પણ પહોંચી જાય છે. ત્યારે લોકો સહિત પશુમાં ભાગદોડ મચી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

સિંહોની વધતી સંખ્યા સામે વન વિભાગનું પેટ્રોલિંગ અને મોનિટરિંગ ઘટી રહ્યું છે, જેના કારણે સિંહો આરામથી રેવન્યુ વિસ્તારમાંથી ગ્રામ્ય વિસ્તારમાં આવી ચડે છે. સિંહોના વીડિયો વાઇરલ થયા બાદ વન વિભાગ દોડધામ કરે છે અને વીડિયો ઉતારનારા લોકોની તપાસ શરૂ કરે છે. ત્યારે સવાલ એ છે કે જો પહેલાંથી જ સિંહો ઉપર પેટ્રોલિંગ અને મોનિટરિંગ વધારવામાં આવે,

તો ઘણા અંશે સિંહોની સુરક્ષા અને લોકેશન પર નજર રાખી શકાય એમ છે. ગીર સોમનાથના ગીર-ગઢડા વિસ્તારમાં 5 દિવસ પહેલાં સિંહ આવી ચડ્યો હતો. સિંહને લાકડીઓ મારવામાં આવી હોવાનો પણ વીડિયો વાઇરલ થયો હતો. એને લઈ વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…