હાલમાં ટેકનોલોજીનાં યુગમાં કેટલીક આધુનિક શોધ ખુબ મદદરૂપ થતી હોય છે ત્યારે હાલમાં પણ આવો જ એક અનોખો કિસ્સો હાલમાં સામે આવ્યો છે કે, જેમાં ટેકનોલોજીને લીધે કોઈ વ્યક્તિનો જીવ બચ્યો છે. સિંગાપોરમાં હિટ એન્ડ રનના કેસમાં 24 વર્ષનાં બાઇકચાલકનો જીવ કોઈ માણસે નહીં પણ એપલ સ્માર્ટ વૉચે જીવ બચાવ્યો છે.
બાઇકને વૅનની ટક્કર લાગ્યા બાદમાં લોહીલુહાણ અવસ્થામાં મુહમ્મદ ફિતરી બેભાન થઈને જમીન પર ઢળી પડ્યો હતો. શરીરમાં કોઈ હલન-ચલન ન થતા એપલ વૉચે ડાયરેક્ટ ઇમર્જન્સી નંબરમાં કોલ કર્યો હતો તેમજ સમયસર સારવાર મળી જતા મુહમ્મદનો જીવ બચી ગયો હતો.
સ્માર્ટ વૉચે જીવ બચાવ્યો:
એપલ સ્માર્ટ વૉચે ફક્ત ઇમર્જન્સી સર્વિસ તથા મુહમ્મદના બીજા કોન્ટેક્ટને અકસ્માતની જાણ કરી દીધી હતી. સ્માર્ટવૉચે મુહમ્મદની ગર્લફ્રેન્ડને અકસ્માતની જાણ કરીને લોકેશન પણ મોકલી આપ્યું હતું. થોડા સમય બાદ જાણ થઈ કે, મુહમ્મદના પરિવાર તેમજ તેની ગર્લફ્રેન્ડને કોઈ માણસ નહીં પણ સ્માર્ટવૉચે કોન્ટેક્ટ કર્યો હતો.
પરિવારે સ્માર્ટ વૉચનો આભાર માન્યો:
અકસ્માત સર્જાયો તે જગ્યા ખુબ શાંત હતી તેમજ આસપાસ કોઈની અવર-જવર પણ ન હતી. મુહમ્મદના પરિવારજનો જણાવે છે કે, ઇમર્જન્સી સર્વિસને ફોન કરવા બદલ અમે સ્માર્ટ વૉચના આભારી છીએ. મુહમ્મદનો જીવ બચાવનાર તમામ લોકોને અમે ક્યારેય નહીં ભૂલી શકીએ.
મુહમ્મદની બહેને તેના ભાઈના હિટ એન્ડ રન કેસની પોસ્ટ સોશિયલ મીડિયા પર કરી છે એક, જેમાં તેણે લખ્યું છે કે, અકસ્માત વખતે જો કોઈ ઘટનાસ્થળ પર હાજર હોય તો મહેરબાની કરીને અમને આરોપી તેમજ તેના વાહનની જાણ કરો!
હાલ મુહમ્મદની તબિયત સારી છે:
આ ઘટનાની જાણ સિંગાપોર સિવિલ ડિફેન્સ ફોર્સને રાતે 8:20 વાગ્યાનાં સુમારે થઈ હતી. બાઈકચાલકને અમે ‘ખૂ ટેક પુઆત’ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતોતેમજ સમયસર અમને મેસેજ મળી જતા મુહમ્મદ આજે આપણા બધાની વચ્ચે જીવંત છે.
એપલ સ્માર્ટ વૉચમાં સિરીઝ 4થી તમામ મોડલમાં સ્પેશિયલ ફીચર છે કે, જેમાં યુઝર્સ ક્યાંક પડી જાય તો વૉચ તેને ડિટેકટ કરીને અલર્ટ કરે છે. જો કોઈ મુવમેન્ટ ડિટેકટ ન થાય તો ડિવાઇસ ડાયરેક્ટ સ્પેસિફિક કોન્ટેક્ટ અથવા તો ઇમર્જન્સી સર્વિસનો સંપર્ક કરે છે. એપલ સ્માર્ટ વૉચની ઉપરાંત આ ફીચર સેમસંગ ગેલેક્સી વૉચ 3માં પણ છે. હાલમાં પોલીસ હિટ એન્ડ રનનો કેસ નોંધીને તપાસ કરવામ આવી રહી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…