દુર્ગાષ્ટમી નિમિત્તે 1,001 દીવડાનાં શણગાર સાથે થઈ આદ્યશક્તિની મહાઆરતી- કેમેરામાં કેદ થઈ દુર્લભ ક્ષણ

190
Published on: 12:09 pm, Thu, 14 October 21

દેશ-વિદેશમાં રહેતા સેકંડો ગુજરાતીઓ હાલમાં નવરાત્રીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યા છે ત્યારે રાજ્યના પાટનગર એટલે કે, ગાંધીનગરમાં આજે દુર્ગાષ્ટમી નિમિત્તે નવરાત્રિની રોનક સોળે કળાએ ખીલી ઊઠી છે. આજના પવિત્ર દુર્ગાષ્ટમી દિવસે મોટા ભાગની સોસાયટીઓમાં માતાજીની વિશેષ પૂજા-અર્ચના સાથે મહાઆરતીનું આયોજન કરાયું હતું.

સરગાસણની ટીપી-9માં આવેલ સ્થાપના સોસાયટીમાં 1,001 દીવડાની મહાઆરતી કરાઈ હતી કે, જ્યારે ગાંધીનગરનાં પૂર્વ મેયર રીટાબેન પટેલે પણ રાયસણના મિની કમલમ્ મધ્યસ્થ કાર્યાલયના ગ્રાઉન્ડમાં ડીજેના તાલ સાથે ગરબા રમવાનો લહાવો ઉઠાવ્યો હતો.

નવરાત્રિની પૂર્ણાહુતિને હવે માત્ર એક જ દિવસ બાકી રહ્યો છે ત્યારે ગાંધીનગરમાં ગરબારસિકો મન મૂકીને ગરબા રમવાનો આનંદ ઉઠાવી રહ્યા છે. ગાંધીનગરની અનેકવિધ સોસાયટીઓમાં સગવડ પ્રમાણે નાના-મોટા પાયે માતાજીની આરાધના સાથે નવરાત્રિના ગરબાની રમઝટ જામી છે.

કેટલીક જગ્યાએ તો સોસાયટીના રહીશો પાર્ટી પ્લોટની જેમ જ ગરબાનું આયોજન કરી રહ્યા છે. આજે દુર્ગાષ્ટમી નિમિત્તે સરગાસણ ટીપી 9 વિસ્તારની સ્થાપન-1 સોસાયટીમાં 1,001 દીવડાની મહાઆરતીનું આયોજન થયું હતું. સ્વસ્તિક તથા ઓમના સ્વરૂપમાં ગોઠવાયેલ દીપમાળાને લીધે સોસાયટીના ગરબા મંડપનું વાતાવરણ અલૌકિક બન્યું હતું.

આ નિમિત્તે મહાઆરતી સાથે-સાથે માતાજીને અન્નકૂટ પણ ધરાવાયો હતો. કોરોનાકાળમાં વસાહતીઓ દ્વારા સરકારના નિયમોનું પાલન કરીને નવરાત્રિ ગરબાનું આયોજન કરવાનું પણ રહીશો ચૂક્યા નથી. આ જ રીતે રાયસણની શ્રી રંગ સોસાયટીમાં પણ મહાઆરતી સાથે માતાજીની સામૂહિક રીતે આરાધના કરાઈ હતી.

સોસાયટીના રહીશોએ સંપૂર્ણ ભક્તિ ભાવ સાથે આરતીનો લહાવો ઉઠાવ્યો હતો. આની ઉપરાંત પેથાપુરની સ્વપ્ન વિલા સોસાયટીમાં પણ રાબેતા મુજબ, રહીશો દ્વારા માતાજીની પૂજા-અર્ચના-આરતી કર્યા બાદ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી.

કુટુંબકમની ભાવના સાથે મોટા ભાગે તમામ તહેવારની સામૂહિક ઉજવણી કરતાં અહીંની સોસાયટીના રહીશો દ્વારા આ વર્ષે પણ ગરબાનું આયોજન થયું હતું. નવરાત્રિનાં ડીજેના તાલે ગરબા રમવાનો મોકો ગાંધીનગરનાં પૂર્વ મેયર રીટાબેન પટેલ પણ ઉઠાવી લીધો હતો. રાયસણના મિની કમલમ્ કાર્યાલયમાં પણ ગરબાનું વિશેષ આયોજન થયું હતું, જેમાં પૂર્વ મેયર રીટાબેન પટેલ વસ્ત્રોમાં સજ્જ થઇને ગરબાનાં તાલે મન મૂકીને ઝૂલ્યા હતાં.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…