દિનરાતના અથાગ પરિશ્રમથી પ્રેરણા બની UPSC ટોપર- જાણો સફળતાની સફળ કહાની

155
Published on: 4:16 pm, Wed, 20 October 21

દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ની સિવિલ સર્વિસિસ પરીક્ષા માનવામાં આવે છે. આ પરીક્ષામાં દર વર્ષે લાખો ઉમેદવારો હાજર રહેતા હોય છે, પરંતુ તેમાંથી થોડાક જ ઉમેદવારોની પસંદગી થતી હોય છે. આવા ઉમેદવારો માત્ર પરીક્ષા જ પાસ કરતા નથી પણ તેમાં ટોપ પણ કરતા હોય છે. ઉમેદવારોની આ યાદીમાં પ્રેરણા સિંહનો સમાવેશ થાય છે. ચોક્કસ વ્યૂહરચના અને મહેનતને કારણે પ્રેરણા સિંહ 2017 ની ટોપર બની હતી.

પ્રેરણા સિંહનું માનવું છે કે, ધોરણ 6 થી 12 સુધી NCERT ના પુસ્તકો વાંચવાથી આધાર મજબૂત થાય છે. તેને જણાવ્યું હતું કે, જો તમારી પાસે સમય ઓછો હોય તો 9 થી 12 ના પુસ્તકો વાંચવાનું ક્યારેય ભૂલશો નહીં. આ રીતે તેણે પોતાની તૈયારીની શરૂઆત કરી હતી. તેઓનું માનવું છે કે, જ્યારે બેઝિક ક્લિયર થઈ જાય, ત્યારે તમારા અભ્યાસક્રમ મુજબ પુસ્તકોને ઊંડાણપૂર્વક વાંચવા જોઈએ.

પ્રેરણાએ કહ્યું છે કે, UPSC ની તૈયારી કરતી વખતે, તમારે તમારા પુસ્તકોમાંથી નાની નોંધો બનાવવી ફરજીયાત છે. આ સાથે, તમે ઓછા સમયમાં તમારા સમગ્ર અભ્યાસક્રમને સરળતાથી પૂરો કરી શકો છો. તેમના મતે, ફક્ત પુનરાવર્તનના કારણે જ તમે આ પરીક્ષામાં સફળ થઇ શકો છો.

તેણીએ કહ્યું છે કે, સખત મહેનત અને મહત્તમ પુનરાવર્તન સફળતામાં મહત્વની ભૂમિકા ભજવે છે. દરેક ઉમેદવારે પોતાનો અભ્યાસક્રમ સંપૂર્ણ રીતે પૂર્ણ કર્યા પછી મહત્તમ પુનરાવર્તન કરવું ફરજીયાત છે. 2017 બેચના IAS અધિકારી પ્રેરણા સિંહ હાલમાં ઉત્તર પ્રદેશના ઇટાવામાં મુખ્ય વિકાસ અધિકારી (CDO) તરીકે કામ કરે છે. અગાઉ તે મુરાદાબાદમાં જોઈન્ટ મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…