
કેટલીક યોજનાઓ મારફતે ખેડૂતોને રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકાર આર્થિક રીતે મદદ કરતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી છે. રાજ્યના ખેડૂતો માટે ડ્રમ તથા પ્લાસ્ટીક બાસ્કેટ સ્કિમ લોન્ચ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત તમામ ખેડૂતોને મફતમાં ડ્રમ તથા બે પ્લાસ્ટીક બાસ્કેટને 100% ફ્રી ઓફ કોસ્ટ સાથે અપાશે. અરજી કરવા માટેની છેલ્લી તારીખ 31-8-2021 છે.
કોને કોને મળશે આ યોજનાનો લાભ?
સરકારની આ ક્રિમ યોજના અંતર્ગત ખેડૂતોને કુલ 200 લિટર મલ્ટીપલ યુઝ પ્લાસ્ટિક બાસ્કેટ તથા 10 લિટર પ્લાસ્ટિક બકેટ કિટ મફતમાં આપવામાં આવશે. આ યોજનાનો લાભ તમામ ખેડૂતોને મળશે કે, જેમની ગુજરાતમાં જમીન હશે. આમ, રાજ્યના તમામ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે.
કઈ રીતે કરશો અરજી?
એક ખેડૂતને માત્ર એક જ ખાતા માટે આ સહાય ઉપલબ્ધ રહેશે. આની સાથે જ ગુજરાત સરકારે વિકલાંગ તથા મહિલા ખેડૂતોની અરજીને અગ્રતા આપવામાં આવશે. આઇ-ખેડૂત પોર્ટલમાં ઓનલાઈન અરજી કર્યા પછી, અરજીમાં દર્શાવેલ સહાયક દસ્તાવેજની સાથે અરજીની પ્રિન્ટ, સહી / અંગૂઠાની પ્રિન્ટ નિયત સમયમાં તાલુકા અમલીકરણ અધિકારી / વિસ્તરણ અધિકારી (કૃષિ) ની કચેરીમાં જમા કરાવવાની રહેશે.
કેવી રીતે થશે યોજનામાં પસંદગી?
અરજદાર પાસેથી મળેલ અરજી તથા સહાયક કાગળોના આધારે તેમની યોગ્યતા નક્કી કરીને મર્યાદાના લક્ષ્યમાં પૂર્વ પરવાનગી આપવામાં આવશે. જેમનું નામ નક્કી કરવામાં આવશે તે અરજદારને સંબંધિત કચેરી દ્વારા ડ્રમની કીટ તથા 2 પ્લાસ્ટિક બાસ્કેટ (ટબ) મેળવવા માટે જાણ કરવામાં આવશે.
આ રીતે કરો આવેદન:
સૌથપ્રથમ ઓફિશયલ વેબસાઈટ ‘https://ikhedut.gujarat.gov.in’ પર જઈને તેના હોમ પેજ પર ‘યોજના’ પર ક્લિક કરીને બીજા પેજ પર લઈ જશે. હવે તમારે સ્કિમને પસંદ કરવાની રહેશે કે, જેમાં Agricultural schemes પસંદ કર્યા બાદ ‘Drums And two Plastic Baskets Scheme’ પર ક્લિક કરો.
હવે તમને પુછવામાં આવશે કે, તમે અગાઉથી યોજનામાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે કે નહીં. ત્યારબાદ “ના” પર ક્લિક કરીને “આગળ વધો” પર ક્લિક કરવાનું રહેશે. ત્યારપછી ન્યુ રજીસ્ટ્રેશન પર ક્લિક કરો. તમારી સામે એક નોંધણી ફોર્મ ભરવાનું રહેશે.
હવે તમારે તમારી વ્યક્તિગત જાણકારી, બેંક વિગતો, રેશનકાર્ડની વિગતો અને પછી કેપ્ચા કોડ જેવા ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ જાણકારી ભરવાની રહેશે. તમામ જરૂરી વિગત ખૂબ જ કાળજીપૂર્વક ભર્યા બાદ તમારે “સબમિટ કરો” બટન પર ક્લિક કરો.
જરૂરી દસ્તાવેજો:
યોજનામાં ભાગ લેવા આધાર કાર્ડ, આઈડેન્ટીટી કાર્ડ, પાસપોર્ટ સાઈઝ ફોટો, બેંક પાસબુક તેમજ મોબાઇલ નંબર (નોંધણી માટે) જરૂર પડશે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…