મેરઠમાં થાર ચાલકે સ્કૂટી પર સવાર બે મિત્રોને કચડી નાખ્યા. અકસ્માતમાં બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં બે મિત્રો હતા, 21 વર્ષીય ગૌરવ અને 17 વર્ષીય વંશ. અકસ્માત થયા પછી કાર ચાલક કાર લઈને ભાગી ગયો હતો. અકસ્માત બાદ ત્યાં ભેગા થયેલા ગામ લોકોએ હોબાળો મચાવ્યો હતો. બંને મિત્રને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, ત્યાં ડોક્ટરએ તેમને મૃત જાહેર કર્યા .પોલીસે આપેલી માહિતી અનુસાર આ અકસ્માત લાલ કલરની થારમાં થયો હતો. તે સીસીટીવીમાં કેમરામાં જોવા મળી રહ્યો છે. જાણવા મળ્યું છે કે, આ કાર બીજેપી નેતાની છે.
ખજુરી ગામનો રહેતો ગૌરવ સોમવારે બપોરે પૂજાની સામાન લેવા માટે તે અને તેનો મિત્ર વંશ બને સ્કુટી પર બજારમાં જતા હતા. ત્યારે ઓવરસ્પીડમાં પાછળથી આવતી થાર બેકાબુ થઇ હતી. બેકાબુ થતા ઓવરસ્પીડ કારે સ્કુટીને ટક્કર મારી દીધી હતી. જેમાં બંને મિત્ર રોડ ઉપર ફંગોળાયા હતા. બેકાબુ થયેલી થારે બને મિત્ર ને કચડીને નીકળી ગઈ.
અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પોહચી. પોલીસે આસપાસના સીસીટીવી કેમરા ચેક કરતા તેમાં લાલ રંગની થાર દેખાતી હતી. ત્યાં ઉભેલા લોકોએ લાલ રંગના થાર સાથે અકસ્માત વિશે પણ જણાવ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે તપાસ પર, સીસીટીવીમાં દેખાતી થાર એક અગ્રણી બીજેપીના નેતાના સંબંધીની છે. કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે અકસ્માત થયો ત્યારે બીજેપી નેતા અને તેનો એક સાથી આ થારમાં બેઠા હતા.
ગામવાળાએ કહ્યું- ડ્રાઈવર થાર રોકવાને બદલે ત્યાંથી ભાગી ગયો
થાર ચાલક બંને યુવાનોને કચડીને ત્યાંથી ભાગી ગયો હતો. માહિતી મળતાં એસઓ પંકજ કુમાર પોલીસની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. માહિતી મળતાં જ ગ્રામજનોની સાથે પરિવારના લોકો પણ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ગ્રામજનોનું કહેવું છે કે અકસ્માત બાદ કારચાલક કાર રોકવાને બદલે તે સ્થળ પરથી ભાગી ગયો હતો.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…