ઊંચું ભણેલો હોવા છતાં આ યુવાને ખેતીમાં ચમકાવી કિસ્મત- હાલમાં એકરદીઠ કરી રહ્યો છે 10 લાખની ચોખ્ખી કમાણી

148
Published on: 10:27 am, Sat, 30 October 21

પંજાબના પઠાણકોટના એક ગામમાં એન્જિનિયરે સતત 15 વર્ષ સુધી એન્જિનિયરિંગની નોકરી કરી હતી પરંતુ હવે ખેતી કરીને ખેડૂતો માટે ઉત્તમ ઉદાહરણરૂપ બન્યા છે. આ એન્જિનિયરે ઘઉં, ડાંગરની ખેતીનું ચક્ર છોડીને ડ્રેગન ફ્રૂટનો પાક ઉગાડવાનું શરૂ કર્યું અને તે દર વર્ષે એકર દીઠ 10 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા છે.

નોકરી છોડીને ખેતી શરૂ કરી:
જો વ્યક્તિ ખેતીનો શોખીન હોય તો નોકરી કરતાં ખેતીમાં વધુ નફો મેળવી શકાય છે. જો કે, આની માટે પરંપરાગત પાકની ખેતીના ચક્રમાંથી બહાર નીકળવું ખુબ જરૂરી છે. આવું જ એક ઉદાહરણ પઠાણકોટ જિલ્લામાં આવેલ જંગલા ગામના રહેવાસી રમણ સલારિયાએ રજૂ કર્યું છે.

જેઓએ B.tech નો અભ્યાસ કર્યા પછી લગભગ 15 વર્ષ સુધી નોઈડામાં કામ કર્યું હતું પરંતુ તેમના મનમાં વિચાર આવ્યો હતો કે, તેઓએ ખેતીને અલગ રીતે કરવી જોઈએ. તેણે છેલ્લા 2 વર્ષથી તેની એન્જિનિયરિંગની નોકરી છોડીને તેના ગામ જંગલામાં ડ્રેગન ફ્રૂટની ખેતી શરૂ કરી હતી.

ઓછા ખર્ચે વધુ નફો મેળવ્યો:
ડ્રેગન ફ્રૂટની ખેતીમાં દર વર્ષે 1 એકરમાંથી 10 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યો છે. જ્યારે તેને શરૂ કરવા માટે તેને લગભગ 6 લાખ રૂપિયા ખર્ચવા પડ્યા હતા. બાદમાં હવે તેઓ ખેડૂતોને પરંપરાગત પાકોની ખેતીમાંથી બહાર આવીને એવા પાકો ઉગાડવાની અપીલ કરી રહ્યા છે કે, જેમાં પાણીનો ખર્ચ ઓછો હોય અને નફો પણ વધુ હોય.

મોટાભાગના ખેડૂતો ઘઉં અને શેરડીનો પાક ઉગાડે છે કે, જે પાણીના વધુ વપરાશને કારણે વધુ ખર્ચ કરે છે. આની સાથે જ ડ્રેગન ફ્રુટની ખેતીમાં પાણીનો વપરાશ ખૂબ જ ઓછો થાય છે તેમજ નફો પણ વધુ થાય છે. કૃષિ વિભાગના અધિકારીઓ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, પંજાબમાં ઘણા ખેડૂતોએ અલગ-અલગ ડ્રેગન ફ્રૂટની ખેતી કરવાનું શરૂ કર્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…