ભૂલથી પણ ન રાખતા તમારા બાળકનું આ નામ, નહીંતર આખી જિંદગી પસ્તાવવાનો વારો આવશે

221
Published on: 11:10 am, Mon, 13 September 21

બાળકના જન્મ બાદ માતા-પિતા એમનું નામ ખૂબ જ પ્રેમથી રાખતા હોય છે કે, જેને નામકરણ કહેવામાં આવે છે. કોઈપણ માતા-પિતા માટે નામકરણ એક મહાન વિશેષાધિકાર છે. બાળકનું નામ રાખવા માટે, માતા-પિતા એકથી વધુ નામ લઈને આવે છે પછી તેમના બાળકને ખાસ નામ આપે છે.

ફક્ત આટલું જ નહીં પણ માતા-પિતા તેમના બાળકનું નામ અર્થ સાથે રાખતા હોય છે. મોટા ભાગના માતા-પિતાએ કોઈપણ નામ આપ્યા હોય અથવા તો પ્રેમથી આપ્યા હોય કે,જેની અસર તરત જ દેખાતી નથી પણ ભવિષ્યમાં ચોક્કસપણે દેખાશે. શાસ્ત્રો પ્રમાણે, નામ વ્યક્તિના સ્વભાવ તથા જીવન પર અસર કરે છે, જેને લીધે માતા-પિતાએ ઘણીવખત કાળજીપૂર્વક વિચાર કર્યા બાદ બાળકનું નામ રાખવું જોઈએ.

એનો અર્થ સ્પષ્ટ થાય છે કે, જો માતા-પિતા નામનો અર્થ ધ્યાનમાં રાખે તો બાળકનું ભવિષ્ય ઉજ્જવળ હશે. ઠીક છે, આજે અમે તમને તે નામો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે શાસ્ત્રો પ્રમાણે તમારા બાળકનું ભૂલથી પણ આ નામ રાખવું જોઈએ નહીં.

1. અશ્વથામા:
અશ્વત્થામાને એક નિર્ભય તથા બહાદુર યોદ્ધા તરીકે ઓળખવામાં આવે છે,જયારે હકીકત એ છે કે, તેમણે હંમેશા દુષ્ટતાને ટેકો આપ્યો છે, જેને લીધે વ્યક્તિએ તેના બાળકનું નામ અશ્વથામા ભૂલથી પણ રાખવું જોઈએ નહીં. શાસ્ત્રો પ્રમાણે જો તમે તમારા બાળકનું નામ અશ્વત્થામા રાખશો તો તેનો સ્વભાવ એવો જ હશે.

2. સુગ્રીવ :
રામાયણમાં સુગ્રીવનું પાત્ર એકદમ મિશ્રિત છે. સુગ્રીવે હંમેશા ભગવાન રામને ટેકો આપ્યો છે પણ લોભને લીધે તેમજ પોતાના જ ભાઈને મારી નાખ્યો હોવાથી સુગ્રીવ સંબંધો જાળવવામાં નબળા રહ્યા છે. જેથી જો તમે તમારા બાળકનું નામ સુગ્રીવ રાખશો,તો ભવિષ્યમાં કેટલીક બાબતો ખોટી પડી શકે છે.

3.દ્રૌપદી :
જો કે, દ્રૌપદી એક બહાદુર રાજકુમારી હતી પણ તેણીએ એકસાથે 5 લોકોની સાથે લગ્ન કર્યા હોવાથી લોકો તેમના બાળકોનું નામ દ્રૌપદી રાખવાનું ટાળતા હોય છે. કારણ કે, દ્રૌપદીને પંચાલી પણ કહેવામાં આવતી હતી. આ માટે શાસ્ત્રો પ્રમાણે કોઈએ પોતાના બાળકોનું નામ ભૂલથી પણ દ્રૌપદી ન રાખવું જોઈએ,તેની સીધી અસર તેના જીવન પર પડશે.

4. કૈકેયી :
જો કે, કૈકેયીમાં વિચારશક્તિ ખુબ હતી તેમજ તે એક નિર્ભય યોદ્ધા પણ હતી. જયારે એક નોકરાણીની આડમાં તેણે પોતાના પરિવારને મુશ્કેલીમાં મુકી દીધો હોવાથી લોકો પોતાની પુત્રીની કૈકેયીનું નામ લેતા શરમાતા હોય છે તેમજ આ નામ પણ રાખવું જોઈએ નહીં.

5. વિભીષણ :
વિભીષણ ખૂબ જ સારા સ્વભાવના હતા તેમજ તેમની પ્રશંસા કરીએ એટલી ઓછી છે. જયારે વિભીષણને લીધે લંકા બરબાદ થઈ ગઈ હતી, જેથી તેમને સંબંધોમાં પણ બહુ સારા માનવામાં આવતા નથી. જેથી મોટાભાગના લોકો વિભીષણ નામ રાખવાનું ટાળે છે. કારણ કે, આ નામ ચોક્કસપણે બાળકોના ભવિષ્યને અસર કરે છે..

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…