‘દાન’ માત્ર આ એક શબ્દમાં એટલી ભાવનાઓ જોડાયેલી છે કે, જેને કોઈ કિંમતથી માપી શકાતી નથી. ગુજરાતમાં લોકો સંસ્કૃતિથી ચાલી આવતી પરમ્પરાનું પાલન કરતાં આવ્યા છે. વિવિધ ધર્મના લોકોમાં વિવિધ દેવી-દેવતાનું પૂજન કરવામાં આવે છે. સોશિયલ મીડિયામાં કેટલીકવાર ધર્મ તથા સંસ્કૃતિને લગતી જાણકારીઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે.
ગુજરાતમાં આવેલ દ્વારકાધીશ મંદિર સમગ્ર વિશ્વમાં ખુબ જાણીતું બન્યું છે. ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકામાં દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવાં માટે આવે છે. સામાન્ય રીતે ગોમતી ઘાટ પર બનાવવામાં આવેલ દ્વારકાધીશના દર્શન કરીને બેટ દ્વારકા તરફ જઈ લોકો પરત ફરી જતાં હોય છે પરંતુ આ જગ્યાના મહત્વથી તેઓ અજાણ હોય છે. તો ચાલો આજે જાણીએ દ્વારકા વિશેની આવી જ અજાણી વાતો વિશે.
દ્વારકા એ એક એવું સ્થાન છે કે, જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ રાજ કરતાં હતા. બેટ દ્વારકામાં તેમનું નિવાસ સ્થાન હતું. બેટ દ્વારકા મૂળ મંદિરથી અંદાજે 35 કિમી દૂર આવેલ છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણ તેમજ સુદામાની મુલાકાત થઈ હતી. એવું માનવામાં આવે છે કે, તમે દ્વારકા દર્શન કરીને બેટ દ્વારકા ન આવો તો આ યાત્રા અધુરી રહી જાય છે.
બેટ દ્વારકા વિશે એવી પણ માન્યતા રહેલી છે કે, જે વ્યક્તિ અહીં ચોખાનું દાન કરે છે તેને જીવનમાં ગરીબી જોવી પડતી નથી. તેનું મુખ્ય કારણ એ છે કે, જ્યારે સુદામા તેમના મિત્ર કૃષ્ણને મળવા માટે આવ્યા ત્યારે તેઓ એક પોટલીમાં ચોખા લાવ્યા હતા. શ્રીકૃષ્ણએ આ ચોખા ગ્રહણ કર્યાં ત્યારથી સુદામાની ગરીબી દૂર થઈ ગઈ હતી. એટલા માટે જ હાલમાં અહીં દર્શન કરવાં માટે આવતાં લોકો ચોખાનું દાન કરવાનું ભૂલતાં નથી.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…