હાલ સમાજમાં દેખાદેખીના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. લગ્નમાં પણ સમાજને માત્ર દેખાડો કરવા લાખો કરોડો રૂપિયા ખર્ચી નાખવામા આવે છે. આ બિનજરૂરી ખર્ચાથી માન-સન્માન મળશે આ વિચારધારા ધરાવનારા લોકોએ આ લેખ ખાસ વાંચવો જોઈએ, કે જેઓએ, પોતાના લગ્નમાં બિનજરૂરી ખર્ચા ટાળી દેશ માટે શહીદ થયેલા વીર જવાનોના પરિવારજનોને સહાય આપવાનો નિર્ણય કર્યો હતો.
ત્યારે સુરતના મોટા વરાછામાં રહેતા રમેશભાઈ રાબડીયાએ દીકરાના લગ્નમાં બિનજરૂરી ખર્ચ ટાળી વધેલી રકમ શહીદ થયેલા જવાનોના પરિવારજનોને સહાય કરી હતી. મોટા વરાછા રેવન્યુ હાઇટ્સમાં રહેતા રાબડીયા પરિવારે સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ગત રાતે વેડરોડ ડભોલી ખાતે કે.કે ફાર્મમાં રાબડીયા પરિવારના લગ્ન યોજાયા હતા. આ લગ્ન દરમિયાન તમિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા પીર જવાના પરિવારજનોને સહાય આપવામાં આવી હતી. મફતના ભાવે જરૂરિયાત મંદોને આરોગ્ય સેવા પૂરી પાડતી ડાયમંડ એસોસિએશન સંચાલિત હોસ્પિટલને ૫૧ હજાર રૂપિયાનું દાન આપ્યું હતું. સાથોસાથ જય જવાન નાગરિક સમિતિ ને 25,000 અને સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ ને શિક્ષણ હેતુસર 25,000 રૂપિયા દાન આપી સમાજમાં નવી રાહ જોવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આવી જ રીતે સમાજના દરેક લોકોએ, રાબડીયા પરિવાર પાસેથી પ્રેરણા લઈને લગ્નમાં કે પોતાના બિનજરૂરી ખર્ચા ટાળી જરૂરીયાતમંદની મદદે આવવું જોઈએ. તમિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા દરેક વીર જવાનોના પરિવારજનોની ચિંતા કરનાર આ નવદંપતી પોતાના આવનારા જીવનમાં સફળતા સર કરે એ જ ભગવાનને પ્રાર્થના…
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…