કિન્નરને દાનમાં ભૂલથી પણ ન આપતા આ બે વસ્તુ, નહીતર તમે જ નહિ પરંતુ તમારી આવનારી પેઢીઓ પણ દુઃખી થશે

255
Published on: 6:21 pm, Sat, 25 September 21

હાલમાં એક જાણકારી સામે આવી રહી છે કે, જેને જાણીને આપને ખુબ નવાઈ લાગશે. તમારી સાથે ઘણીવાર એવું થતું હશે કે, તમારી પાસે પૈસા ખૂબ ઓછા હોય. તમારી આવક તેના કરતાં ખર્ચમાં વધારો થતો હશે. એવા સમયમાં તમારે અન્ય વ્યક્તિ પાસેથી કરજ લેવાની સ્થિતિ આવી જાય છે. તમે બચત કરવા માટે ગમે એટલાં પ્રયત્ન કરો પણ એમ છતાં અંતે સફળતા હાથ લાગતી હોય છે.

એવા સમયમાં તમારે કિન્નરોને દાન દેવા માટે આગળ વધવું જોઈએ. એવી માન્યતા રહેલી છે કે, જો તમે કિન્નરોને દાન આપવાનું શરૂ કરો તો તેનાથી તમારી જિંદગીમાં બરકત શરૂ થાય છે. તમારે ત્યાં ધન-સંપત્તિની કોઈ અછત રહેતી નથી. ધનના અભાવને લીધે ધનની સંપન્નતા બાજુ તમારી સફર શરૂ થઈ જાય છે પરંતુ કિન્નરોને દાન આપતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

દાનમાં જુના કપડા આપવા જોઇએ નહી:
ઘણીવાર આપણી પાસે કેટલાંક જૂના કપડાં હોય છે કે, જે બીજા લોકોને દાનમાં આપતાં હોઈએ છીએ.  આ એક ખુબ સારી બાબત છે કે, તમે શરીરને ઢાંકવા માટે કપડાં દાનમાં આપો છો. બીજા લોકોને કપડા દાનમાં આપવાથી રાહુ-કેતુના દોષ દૂર થાય છે પરંતુ જ્યારે તમે કિન્નરોને દાન કરી રહ્યા હો ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ક્યારેય પણ તેઓને જુના કપડા દાનમાં આપવા જોઈએ નહીં.

જો તમે કિન્નરોને જુના કપડાં આપો તો તેને અપશુકન માનવામાં આવે છે. કિન્નરોને જ્યારે પણ દાન આપવામાં આવે ત્યારે હંમેશા તેઓને નવા કપડાં જ દાનમાં આપવા જોઈએ. જો તમે એવું કરો તો તમને દુઆ મળે છે. જેથી તમારી જિંદગીમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે.

બુધવારનાં દિવસે ધ્યાન રાખવું:
બુધવારનાં રોજ તમારે ધ્યાન રાખવું જોઈએ કે, જો કોઈ કિન્નર તમારી નજરમાં આવે અથવા કોઈ કિન્નર સાથે મુલાકાત થઈ જાય, તો તમારે તેને પૈસાનું દાન આપવું જોઈએ. જો થઈ શકે તો તમે તેને ભોજન પણ કરાવી શકો છો. આ બધું કર્યા પછી તે કિન્નર પાસેથી એક સિક્કો લઈ લેવો જોઈએ. આ સિક્કો તે પૈસામાંથી ન હોવો જોઈએ જે તમે કિન્નરને આપેલા છે.

આ સિક્કો એવો હોવો જોઈએ જે પહેલેથી કિન્નર પાસે રહેલો હોય છે. જો તમે તેઓની પાસેથી સિક્કો મેળવવામાં સફળ થઈ જાઓ છો તો તમારે આ સિક્કો લઈને પોતાની તિજોરીમાં રાખી દેવો જોઈએ અથવા કોઇ એવી જગ્યાએ રાખી દેવો જોઈએ જ્યાં તમે ધનનો સંગ્રહ કરો છો. એવું માનવામાં આવે છે કે આ સિક્કાને એ જગ્યાઓ પર રાખવાથી તમારી સેવિંગમાં પણ વધારો થાય છે અને તમારી આવકમાં પણ વધારો થાય છે.

ઝાડું એક એવી વસ્તુ છે કે, જે ગંદકી દૂર કરવા માટે ઉપયોગમાં આવે છે. એવું માનવામાં આવે છે કે, તેમાં લક્ષ્મીજીનો વાસ રહેલો હોય છે. જ્યોતિષશાસ્ત્રનું માનીએ તો તમારે મંદિરમાં ઝાડુનું દાન જરૂરથી કરવું જોઈએ પરંતુ જો તમે કિન્નરોને ઝાડુંનું દાન આપી રહ્યા હો તો આવું બિલકુલ કરવું જોઈએ નહી. આવું કરવું ખૂબ અશુભ માનવામાં આવે છે.

જો તમે આવું કરો છો તો તેનાથી તમારા ઘરમાં પૈસા ટકશે નહીં તેમજ ખર્ચ સતત વધતો જ રહેશે. આટલું જ નહીં તમારે કિન્નરોને સ્ટીલના વાસણ તથા તેલનું દાન પણ ક્યારેય કરવું જોઈએ નહીં. જો તમે એવું કરો છો તો તમે આર્થિક સંકટના શિકાર થઈ શકો છો. તમે કિન્નરોને પિત્તળ અથવા તાંબાના વાસણ દાનમાં આપી શકો છો. જેથી તમારો આર્થિક પક્ષ ખૂબ જ મજબૂત થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…