ધનતેરસના દિવસે ચોક્કસપણે કરો આ વસ્તુઓનું મહાદાન, લક્ષ્મીજીના આશીર્વાદથી ચમકી ઉઠશે કિસ્મત

156
Published on: 5:51 pm, Sat, 30 October 21

થોડા દિવસ બાદ ધનતેરસનો પરમ પવિત્ર દિવસ આવી રહ્યો છે ત્યારે 5 દિવસના દિવાળીના તહેવારનો સૌપ્રથમ દિવસ એટલે ધનતેરસ. આ દિવસે આયુર્વેદના જનક મનાતા ભગવાન ધનવન્તરી તેમજ ધનના દેવતા કુબેરની પૂજા કરાય છે. આ દિવસે વાસણ, સોનું તથા ચાંદીની ખરીદી કરવી અતિ શુભ માનવામાં આવે છે. ઘણા લોકો આ દિવસે વાહન તથા ઈલેક્ટ્રોનિક વહનની ખરીદી કરતા હોય છે.

શું તમે જાણો છો કે, ધનતેરસના દિવસે ખરીદી કરવાનું જેટલું મહત્વ રહેલું છે એટલું જ મહત્વ દાન કરવાનું પણ રહેલું છે. એવી પણ માન્યતા રહેલી છે કે, ધનતેરસના દિવસે દાન કરવાથી લક્ષ્મીમાતા અતિ પ્રસન્ન થાય છે તેમજ સુખ-સમૃદ્ધિનું આશિર્વાદ પણ આપે છે.

ધનતેરસે દાન કરતા પહેલા તમારે બે વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી બન્યું છે. સૌપ્રથમ એ કે ક્યારેય પણ સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ નહી તેમજ બીજી વાટ એ કે જે કોઈપણ વસ્તુઓ તમે દાનમાં આપવાના હો તો તે તમામ સૂર્યાસ્ત પહેલા જ દાન કરી દેવી જોઈએ. આવો આજે જાણીએ કે, ધનતેરસના દિવસે કઈ-કઈ વસ્તોનુ દાન કરવું શુભ મનાય છે.

અનાજ:
ધનતેરસના દિવસે અનાજનું દાન કરવું ખુબ જ શુભ હોવું મનાય છે. જો તમે અનાજ દાન નથી કરી શકતા હો તો આ દિવસે કોઈ ગરીબને તમે ભોજન પણ કરાવી શકો છો. ભોજનમાં મિઠાઈ તથા દક્ષિણા પણ અવશ્ય શામેલ કરવી જોઈએ. જો ભોજન કરાવવું સંભવ ન હોય તો કોઈ ગરીબને તમે મિઠાઈ અને દક્ષિણા પણ આપી શકો છો. એવી માન્યતા રહેલી છે કે આવું કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

કપડાં:
ધનતેરસે કપડાંનુ દાન કરવાનો પણ વિશેષ મહિમા રહેલો છે. સાથે જ આ દિવસે કોઈ ગરીબ તથા જરૂરિયાતમંદ લોકોને કપડાંનું દાન કરવામાં આવે તો ઘરમાં ખુશિ તથા ધન સંપતિનું આગમન થાય છે. કપડાંનુ દાન કરતી વખતે એ બાબત ચોક્કસ ધ્યાનમાં રાખવી કે, કોઈપણ સફેદ રંગના વસ્ત્રો દાનમાં આપવા નહી. આમ કરવું અશુભ મનાય છે.

લોખંડ:
ધનતેરસના દિવસે લોખંડનું દાન કરવું શુભ હોવાનું મનાય છે. એવું કહેવામાં આવ્યું છે કે, લોખંડ દાન કરવાથી દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જાય છે. આની સાથે જ તમારા જે કોઈપણ કામો અટવાઈ રહ્યા હોય તે પણ પૂર્ણ થવા લાગે છે તેમજ ભાગ્યના દ્વાર ખુલી જાય છે.

સાવરણી:
ધનતેરસ તથા દિવાળીના દિવસે નવી સાવરણી ખરીદવાની પરંપરા રહેલી છે પરંતુ ધનતેરસના દિવસે સાવરણીનું દાન કરવુ પણ શુભ હોવાનું મનાય છે. આ સાવરણી તમે કોઈપણ સફાઈ કર્મીને અથવા તો મંદિરમાં દાન આપી શકો છો. આમ, કરવાથી આખું વર્ષ શુભ રહે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…