આ હિન્દુ મંદિરમાં મુસ્લિમ મહિલાની થાય છે પૂજા, જાણો આ મંદિરની રહસ્યમય કથા

0
195
Published on: 4:02 pm, Thu, 7 January 21

આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં મુસ્લિમ ધર્મની સ્ત્રીની દેવી તરીકે પૂજા કરવામાં આવે છે. હા, ગુજરાતનું એકમાત્ર એવું હિન્દુ મંદિર છે જ્યાં મુસ્લિમ સ્ત્રીને દેવી તરીકે પૂજવામાં આવે છે. આ મંદિર ઝુલાસન નામના ગામમાં છે. જે અમદાવાદથી આશરે 40 કિલોમીટર દૂર, ડોલા માતા મંદિર તરીકે ઓળખાય છે.

એવું કહેવામાં આવે છે કે, આ મંદિર લગભગ 800 વર્ષ જૂનું છે. પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે, આ મંદિર વિશે હિન્દુ શાસ્ત્રમાં કોઈ માહિતી મળી નથી. એવું માનવામાં આવે છે કે, આ મંદિરમાં દેવી તરીકે બેઠેલી એક મુસ્લિમ મહિલા તેના ભક્તોની બધી ઇચ્છા પૂરી કરે છે.

આ મંદિર હિન્દુ-મુસ્લિમ એકતાનું એક અનોખું ઉદાહરણ આપે છે. એવું કહેવામાં આવે છે કે, આ મંદિરમાં માત્ર હિન્દુ ધર્મના લોકો જ નહિ પરંતુ મુસ્લિમ ધર્મના લોકો પણ અહીં આવે છે અને માથું ઝુકાવે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ડોલા માતા આખા ગામની રક્ષા કરે છે અને સાથે સાથે તેના ભક્તોની સમસ્યાઓ પણ દૂર કરે છે.

આ મંદિરમાં બીજી કોઈ મૂર્તિ નથી. અહીં માત્ર એક પથ્થર છે જે રંગીન કાપડથી ઢંકાયેલ છે. સ્થાનિક લોકો કહે છે કે, લોકો આ પથ્થરને ડોલા માતા તરીકે પૂજે છે કારણ કે, તે કપડાથી ઢંકાયેલ છે. નોંધપાત્ર વાત એ છે કે, આ મંદિરના નિર્માણમાં કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. આ મંદિર એકદમ ભવ્ય અને સુંદર છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ 800 વર્ષ પહેલા આ ગામ પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. તે સમયે, ડોલા નામની એક મુસ્લિમ મહિલાએ બહાદુરી બતાવીને દુશ્મનોનો સામનો કર્યો હતો અને આખા ગામની રક્ષા કરી હતી. તે દરમિયાન તે પોતે શહીદ થઈ હતી. લોકો કહે છે કે, ડોલાની શહાદત બાદ તેનું શરીર ફૂલમાં ફેરવાઈ ગયું હતું. જ્યાં ડોલાએ અંતિમ શ્વાસ લીધા, તે જ સ્થળે ગામના લોકોએ તેમના માનમાં આ મંદિર બનાવ્યું. ત્યારથી અહીં દૈવી શક્તિ તરીકે ડોલા માતાની પૂજા કરવામાં આવે છે.

આશ્ચર્યજનક વાત એ છે કે, ઝુલાસણ ગામમાં જ્યાં ડોલા માતાનું મંદિર છે ત્યાં એક પણ મુસ્લિમ પરિવાર રહેતો નથી. એવું કહેવામાં આવે છે કે, રવિવાર અને ગુરુવારે નજીકના ગામના મુસ્લિમો અહીં આવે છે અને માતાના દરબારમાં માથું ઝૂકાવે છે.