વરસતા વરસાદમાં હિંદુ રીતિ રિવાજ મુજબ થયા કૂતરાના અગ્નિસંસ્કાર, મોટી સંખ્યામાં ઉમટી જનમેદની

Published on: 12:58 pm, Fri, 12 August 22

અવાર-નવાર પશુ પ્રેમ સામે આવતો રહે છે. ત્યારે આજે ફરીએક વાર આવી જ એક પશુ પ્રેમીની કહાની સામે આવી છે. ઓડિશાના ગજપતિ જિલ્લાના પરલાખેમુંડી શહેરમાં, એક પરિવારે પોતાના પાલતુ કૂતરાની(માદા) હિંદુ રિવાજો અને પરંપરાઓ અનુસાર અંતિમ વિધિ કરી હતી. તે કુતરાનું નામ અંજલી છે. ટુનુ ગૌડાના પરિવારે તેમના પાલતુ કૂતરાને ડ્રમ વગાડી અને ફટાકડા ફોડીને ભવ્ય અંતિમયાત્રા સાથે વિદાય આપી હતી.

પાલતુ કુતરાના મૃતદેહને ફૂલોથી શણગારેલા વાહન અને અંજલિની તસ્વીરવાળા બેનરની સાથે લઈ જવામાં આવ્યો હતો. વરસાદ હોવા છતાં પણ મોટી સંખ્યામાં લોકો અંતિમ સંસ્કારમાં જોડાયા હતા અને મંત્રોચ્ચાર કરીને મહેન્દ્ર તનય નદીના કિનારે મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો.

ગૌડાએ કહ્યું કે, અંજલિ તેના પરિવારના સભ્યો જેવી હતી. તે 16 વર્ષથી વધુ સમયથી તેના પરિવાર સાથે રહેતી હતી. ગયા રવિવારે રાત્રે તેનું અવસાન થયું અને સોમવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંજલિના માલિકે કહ્યું, “જ્યારે તે 16 વર્ષ અંજલિને મળ્યા ત્યારે મારા પિતાનું નિધન થયું હતું અને ત્યાર બાદ હું આજીવિકા માટે અલગ-અલગ દુકાનોમાં કામ કરવાની ટેવ પડી ગઈ હતી. કૂતરાના ઘરે આવ્યા પછી, મેં ક્યારેય કોઈ આર્થિક તંગીનો સામનો કર્યો નથી.

અંજલિના માલિક ગૌડાએ કહ્યું કે, તેઓ પરંપરા મુજબ અંજલિના મૃત્યુ પછી અન્ય ધાર્મિક વિધિઓ કરશે અને સામુદાયિક તહેવારનું પણ આયોજન કરશે, જેમ કે માનવ મૃત્યુ પછી કરવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…