ઓમિક્રોનથી પીડિત એક વ્યક્તિ એકસાથે આટલા લોકોને કરી શકે છે સંક્રમિત- ડોકટરોએ આપી ચેતવણી

188
Published on: 1:49 pm, Fri, 3 December 21

હાલમાં કોરોના જેવા ભયંકર વાયરસ બાદ અત્યારે ઓમિક્રોન જેવો ભયંકર રોગ આવ્યો છો. ત્યારે ડોક્ટરોનું કહેવું છે કે, ઓમિક્રોન જેવા રોગથી આપણે કેવી રીતે બચી શકાય છે. મળતી માહિતી અનુસાર, ઓમિક્રોનથી સંક્રમિત એક વ્યક્તિ અન્ય પણ 20 લોકોને પોઝિટિવ કરી શકે છે. કર્ણાટકમાં ઓમિક્રોનથી સંક્રમિત 2 લોકો મળી આવ્યા છે. આ ઓમિક્રોનના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે ભારત સરકારે ખુબ જ મહત્વના નિર્ણયો લીધા છે તેમજ લીધેલ પગલે આંતરરાષ્ટ્રિય ફ્લાઈટ્સને પણ બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ પ્રોટોકોલના પાલન કરવા છતાં પણ સંક્રમિત દેશથી આવનારા લોકોની સંખ્યા મોટા પ્રમાણમાં વધી રહી છે. તેમજ મળતી માહિતી અનુસાર દેશના જાણીતા ડોક્ટર અને મેદાંતાના સંસ્થાપક એટલે કે ડો. ત્રેહાએ ઓમિક્રોન વેરિઅન્ટને લઈને ખુબ જ મહત્વપૂર્ણ માહિતી આપતા કહ્યું છે કે, લોકોએ ઓમિક્રોનના વાયરસને લઈને ખુબ જ સાવધાન રહેવું જરૂરી છે. વધુમાં તેઓએે જણાવ્યું છે કે, કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત કોઇપણ એક વ્યક્તિ 18 થી લઈને 20 લોકોને કોરોના પોઝિટિવ કરી શકે છે. તેમજ તેઓનું કહેવું છે કે, ઓમિક્રોનનો આર વેલ્યૂ અન્ય વેરિઅન્ટની તુલનામાં વધારે દર્શાવે છે.

કહેવામાં આવી રહ્યું છે કે લોકો પાસે વેક્સીનેશન ઉપરાંત કોઈપણ વિકલ્પ નથી.
મળતી માહિતી અનુસાર ડોક્ટર ત્રેહાએ લોકોને કોરોનાના નવા વેરિઅન્ટ એટલે કે ઓમીક્રોમથી સુરક્ષિત રહેવાની સલાહ આપતા. જણાવ્યું છે કે, અમારી પાસે પણ વેક્સીનેશન સિવાય કોઈ બીજો વિકલ્પ નથી કેમ કે વેક્સીન લેવાથી ન્યૂનતમ સુરક્ષા જળવાઈ રહે છે. તેમજ નવા ઓમિક્રોનની સામે યાત્રા પર પ્રતિબંધ કરાવવાને લઈને પણ સવાલ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે ભારત દ્વારા યાત્રા પર પ્રતિબંધ મૂકવો ખુબ જ જરૂરી છે. આ દરમિયાન સ્વાસ્થ્ય કર્મચારીઓને બૂસ્ટર ડોઝ આપવામાં આવે તે ખુબ જ જરૂરી બાબત છે.

નવા વેરિઅન્ટ આવવાના કારણે બાળકોમાં દેખાય રહી છે વધતી ચિંતા.
મળતી માહિતી અનુસાર, નવા વેરિઅન્ટ આવવાથી બાળકોની ચિંતામાં વધારો દેખાય રહ્યો છે. ડોક્ટર ત્રેહાનનું કહેવું છે કે આ એક ચિંતાજનક સ્થિતિ સર્જાય રહી છે. તેમજ તેમનું કહેવું છે કે, હાલ અમારી પાસે બાળકોની સારવાર માટે  કંઈ નથી. જયારે આવી પરિસ્થિતિ દરમિયાન શાળાઓ બંધ રાખવા સિવાય કોઈપણ ઉપચાર નથી. ગભરાવાની કોઈ જરૂર નથી પરંતુ તમારે તેનાથી સતર્ક રહેવું ખુબ જ જરૂરી છે.

કોરોના બાદ આવેલ ઓમિક્રોનના વાયરસથી બચવાના જાણો ઉપાયો:
આ નવા નીકળેલ વાયરસથી બચવા માટે લોકોએ જલ્દી જ બંને ડોઝ લઈ લેવા જરૂરી છે. તેમજ આ રોગથી બચવા માટે સતત સાબુ દ્વારા આપણે હાથ ધોવા અને થોડી થોડીવારે સેનેટાઈઝરનો ઉપયોગ કરતા રહેવું. વેક્સિનના ડોઝ આપણેને સંપૂર્ણ સુરક્ષા ન પણ આપી શકે. પરંતુ તે ન્યૂનતમ સુરક્ષા જરૂર આપી શકે છે. તેનાથી બચવા માટે આપણે વેક્સિનના બંને ડોઝ લેવા જરૂરી છે. તેમજ આપણે આપણી સુરક્ષા માટે માસ્ક પહેરીને જ ઘરની બહાર જવું જોઈએ. ઘરમાં બીમાર કેઅથવા તો વૃદ્ધ સભ્યોથી સોશિયલ ડિસ્ટન્સિંગ બનાવું જોઈએ. તેમજ ભીડમાં જવાનું પણ ટાળવું જોઈએ.

જયારે ઓમિક્રોનના લક્ષણો દેખાવા છે ત્યારે આ સાવધાની રાખવી ખુબ જ જરૂરી છે. 
ઓમિક્રોનના લક્ષણો ડેલ્ટા વેરિએન્ટ કરતા પણ 5 ગણો વધુ શક્તિશાળી છે, જયારે મોનોક્લોનલ એન્ટીબોડી થેરાપીની પર કોઈ પ્રકારની અસર થતી નથી, મળતી માહિતી અનુસાર, ઓમિક્રોનના અત્યાર સુધીમાં કુલ 50 મ્યુટેશન થઈ ચુક્યા છે. તેમજ ઓમીક્રોમમાં સ્પાઈક પ્રોટીન મ્યુટેશનથી વેક્સિનને પણ બેઅસર કરે છે. તેના પર રોગપ્રતિકારક  શક્તિની પણ કોઈ ખાસ અસર થતી નથી.

ઓમિક્રોનના વાયરસમાં આ અસર જોવા મળતી નથી:
કોરોનાના બીજા વેરિએન્ટના સંક્રમણ દરમિયાન સ્વાદ અને સુગંધની ક્ષમતા પર અસર થઇ હતી, પરંતુ ઓમિક્રોનના વેરિએન્ટમાં દર્દીઓમાં આવા કોઈપણ પ્રકારના લક્ષણો જોવા મળતા નથી. તેમજ ગળામાં ખરાશતો રહે છે, પરંતુ કફ સંબધિત કોઈપણ સમસ્યા જોવા નથી મળતી.

ઓમિક્રોનના લક્ષણો ડેલ્ટા વેરિએન્ટથી ઘણા અલગ છે, તેમજ ઓમિક્રોન વાયરસમાં સ્નાયુઓમાં દુઃખાવો, હલકો તાવ, ગળામાં ખરાશ, થાક, માથાનો દુઃખાવા જેવા સામાન્ય લક્ષણો દર્શાવે છે. પરંતુ ઘણા લોકોમાં કોઈપણ પ્રકારના લક્ષણો જોવા મળતા નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…