ડોક્ટર હોવા છતાં ખેતી સાથે થયો પ્રેમ, હાલમાં ગાય આધારિત ખેતીમાંથી કરી રહ્યા છે ઉંચી કમાણી

Published on: 10:49 am, Tue, 7 September 21

હાલમાં દેશના ભણેલા-ગણેલા તથા ઉંચી ડીગ્રી ધરાવતા લોકો પણ ખેતી અને પશુપાલન બાજુ વળ્યા છે ત્યારે હાલમાં આવી જ એક સફળતાની કહાની સામે આવી છે. ગુજરાતના રાજકોટમાં રહેતા ડો.રમેશ પીપળિયા વ્યવસાયે ડેન્ટિસ્ટ છે પણ પ્રાકૃતિક ખેતી કરવાના શોખને લીધે તેઓએ રાજકોટ પાસેના જશવંતપુર ગામમાં બાપ-દાદાની 20 વીઘા જમીનમાં 12થી 15 ગીર ગાય વસાવીને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી.

આની સાથે જ અન્ય ખેડૂતોને પ્રેરણા મળે એવા આવિષ્કારો કરવામાં આવ્યા છે. ડો.રમેશ પીપળીયા છેલ્લા 7 વર્ષથી ગાય આધારીત ખારેકની ખેતી કરી રહ્યા છે. તેઓના જણાવ્યા પ્રમાણે, તેઓ પીપળીયાના નામની હોસ્પિટલ ચલાવી રહ્યા હતા તેમજ ત્યાંજ ડોક્ટરની પ્રેક્ટિસ કરી રહ્યા હતા.

તેઓની હોસ્પિટલ રાજકોટનાં બસ સ્ટેન્ડની સામે જ હતી. હોસ્પિટલ પણ ખુબ સારી ચાલી રહી હતી પણ તેમને ખેતી કરવાનો ખુબ જ શોખ હોવાને લીધે તેઓએ ડોક્ટરની પ્રક્ટિસ બંધ કરીને બાપ-દાદાની 20 વીઘા જમીનમાં ગાય આધારીત ખેતીની શરૂઆત કરી હતી તથા  આ જમીન પર તેમણે ખારેકની ખેતી શરૂ કરી હતી.

60થી 70 વર્ષ સુધી પાક મેળવી શકાય છે:
ડો.રમેશ પીપળીયા કહે છે કે, મેં 10 વીઘા જમીનમાં 7 વર્ષ અગાઉ ખારેકનું વાવેતર કર્યું ત્યારે 5 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ખારેકની ખેતી અંગે મેં યુટ્યૂબમાંથી જાણકારી મેળવી હતી. એકવખત ખારેકના રોપા વાવીને યોગ્ય જતન કરો તો તે વૃક્ષ બનીને 60-70 વર્ષ સુધી ઉત્પાદન આપે છે.

ગાયનું ખાતર:
ખારેકના રોપા ગાયના ગોબરમાંથી બનાવવામાં આવેલ ખાતરમાંથી જ ઉછેરવામાં આવ્યા છે. આની સાથે જ ડ્રીપ ઇરિગેશન પદ્ધતિને લીધે પાણીનો પણ ખોટો બગાડ પણ થતો નથી તેમજ જરૂરી પાણી મળી રહે છે. આની સાથે જ ઇઝરાયેલ બારાહી ખારેકના રોપાનું વાવેતર કરાયું હતું.

છેલ્લા 5 વર્ષથી ખુબ સારૂ એવું ઉત્પાદન મેળવી રહ્યો છું. ફ્ક્ત 1 એકર જમીનમાં ખારેકના 60 ઝાડ
ગાય આધારિત તેમજ સંપૂર્ણ નેચરલ ખાતરનો ઉપયોગ કરવાથી અન્ય કોઇ દવાનો ઉપયોગ કરવો પડતો નથી.
ફક્ત 1 એકર જમીનમાં ખારેકના 60 રોપાનું વાવેતર કરાયું છે એટલે કે, 4 એકર જમીનમાં કુલ 240 ખારેકના ઝાડ વાવવામાં આવ્યા છે.

તમામ ઝાડ પર માર્ચ મહિનાથી ખારેક આવવાનું શરૂ થાય છે અને જૂન-જુલાઈમાં ખારેક પાકી જતા તેનો ઉતારો લેવામાં આવે છે. આ વર્ષે એક ઝાડ પર 50-60 કિલો ખારેકનો ઉતારો આવ્યો હતો. આ રીતે 10 વીઘા જમીનમાં કુલ 10,000 કિલોથી વધારે ખારેકનું ઉત્પાદન થયું છે.

અન્ય પાકની તુલનાએ તેઓને ખારેકમાં મબલખ ઉત્પાદન મળી રહ્યું છે જયારે 2 વીઘા જમીનમાં પણ 2 લાખ રૂપિયાનું ઉત્પાદન મળી રહે છે. પ્રાકૃતિક ખેતી તેમજ સ્ટાન્ડર્ડ કંપનીના ટિશ્યૂ કલ્ચર પાકથી તમામ ખારેકમાં મીઠાશ જળવાય રહે છે તેમજ ખેડૂત પોતે મહેનત કરીને રીટેલ વેચાણ કરે તો વદેહુ નફો થાય છે.

ખારેકની સાથે બીજા પાક પણ લઇ શકાય:
બે ઝાડની વચ્ચે વધુ અંતર રહેતું હોવાને લીધે આંતર ખેતીથી પણ પૂરક આવક મેળવી શકાય છે.
આની સાથે જ ઇઝરાયેલી પદ્ધતિથી ખારેકના ઝાડની વચ્ચે હવે આંબાના વાવેતરના પ્રયોગો પણ સફળ થયા છે ત્યારે સૌરાષ્ટ્રમાં હવે પાણી તથા વીજળીનો વિસ્તાર વધ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…