શું વારંવાર નીકળે છે તમારી આંખો માંથી પાણી ? તો તમને હોય શકે છે આ ભયંકર બીમારી

Published on: 6:00 pm, Sat, 17 July 21

જો તમને વારંવાર આંખોમાં બળતરા થતી હોય અથવા આંખોમાંથી પાણી નીકળતું હોય અને તમે સતત તેને અવગણી રહ્યા છો તો તમે ઘણીબધી બિમારીઓને આમંત્રણ આપો છો. આવી અનેક બિમારીઓ છે કે જેમાં એક આંખ જ લાલ થાય છે તો ઘણીવાર બંને આંખોમાં તેની અસર દેખાય છે.

ડ્રાય આઈ
આ બિમારીમાં આંખોમાં આંસુ નથી આવતા. લાંબાગાળા સુધી કમ્પ્યુટર પર કામ કરવાથી આ બિમારી થઇ શકે છે. આ બિમારીથી બચવા માટે દર 15 કે 20 મિનિટે સ્ક્રીનથી નજર હટાવીને આંખોને આરામ આપવો જોઇએ.

રુમેટાઇડ આર્થરાઈટીસ
રુમેટાઇડ આર્થરાઈટીસનો ફેલાવો આંખોમાં નથી થતો આ એક ઓટોઈમ્યુન પરિસ્થિતિ છે કેઆ જેમાં તમારી રોગપ્રતિકારક શક્તિ તમારા સાંધાની તંદુરસ્ત પેશીઓ પર હુમલો કરે છે. જેનાથી આંખોમાં બળતરા થવી, સતત પાણી નીકળવું જેવી અનેક તકલીફ થાય છે. આ બીમારીમાં બરફ ના ટુકડા ને આખો પર મૂકવાથી ખુબજ ફાયદો થાય છે.

કોન્ટેક્ટ લેન્સ
જો તમે લાંબા સમય સુધી કોન્ટેક્ટ લેન્સ પહેરો છો, તો પછી આંખોમાં વારંવાર પાણી આવવાની સમસ્યા ખુબજ વધે છે. જો કોન્ટેક્ટ લેન્સ ફક્ત એક આંખમાં લાલાશ અને બળતરા પેદા કરે છે, તો તેને દૂર કરીને તમારી આંખોમાં નવા કોન્ટેક્ટ લેન્સના બદલે થોડા દિવસો માટે ચશ્માંનો ઉપયોગ કરવો ખુબજ સરો પ્રતિસાદ આપશે.

કંજકટીવાઈટીસ
કંજકટીવાઈટીસ 2 પ્રકાર આવે છે. વાઈરસ અને બેક્ટેરિયા. આ બિમારી એક આંખથી શરુ થઈને બંને આંખોમાં ફેલાઈ શકે છે. વાયરલ કંજકટીવાઈટીસની કોઈ સારવાર નથી પરંતુ બૈકટેરીયલ કંજકટીવાઈટીસને ઘરેલું ઉપાયો અને ડોક્ટરની સલાહ બાદ આંખોમાં ટીપા નાખીને સારવાર આપિશકાય છે.