તલ એક અગત્યનો તેલીબિયા પાક છે. ભારતમાં મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તલનું વાવેતર થાય છે. આપણા દેશમાં તલ ઉગાડનાર રાજયોમાં ગુજરાત મોખરે છે. તલ એ ટૂંકાગાળાના પાક હોઈ મુખ્ય પાક તરીકે, મિશ્રપાક તરીકે અને આંતરપાક તરીકે પણ સફળતાથી લઈ શકાય છે. તલમાં સામાન્ય રીતે ૪૬ થી પર ટકા જેટલું તેલનું પ્રમાણ હોય છે. તમામ ખાદ્યતેલો પૈકી તલનું તેલ ઉત્તમ ગણાય છે.
તલનો પાક મુખ્યત્વે ચોમાસુ ઋતુમાં લેવામાં આવે છે.તલમાં રહેલા તેલની સોડમ, ટેસ્ટ અને સો‹ફ્ટનેશને કારણે દવા તેમજ અન્ય રીતે વપરાશથાય છે. તલમાં બીજમાં ૪૬થી ૫૨ ટકા જેટલું તેલ ઉપરાંત ૧૮થી ૨૧ ટકા પ્રોટીન રહેલું છે. બધા ખાધ્યતેલોની સરખામણીમાં તલનું તેલ ઉત્તમ ગણાય છે. તલનું તેલમ પરફ્યુમ બનાવવા, દવા માટે અને શરીરને માલિસ કરવા માટે વપરાય છે. તલનો કાચા અથવા શેકીને મુખવાસ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
આપણા રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં તલની વરસાદ આધારિત ખેતી થાય છે. વરસાદ ખુબ જ મોડો, અપૂરતો અને અનિયમિત રહે છે. ત્યારે ચોમાસાના મુખ્ય પાકો વાવેતરમાં જોખમ વધી જાય છે. ત્યારે આવા પાકની જગ્યાએ અર્ધ શિયાળું તલના વાવેતરથી સારુ ઉત્પાદન મેળવી શકાય છે. સંગ્રહિત ભેજમાં પણ અર્ધ શિયાળું તલ સફળતાપૂર્વક લઈ શકાય છે.
તલએ સૌરાષ્ટ્ર વિસ્તારનો ખૂબ જ અગત્યનો નિકાસલક્ષી તેલીબિયા પાક છે. આ પાક ઓછા ખર્ચે વધારે વળતર આપવાની ક્ષમતા ધરાવે છે સાથો સાથ વધારે વરસાદ સહન કરવા અક્ષમ હોઈ એટલો જ જોખમી પણ છે. ચોમાસુ એ તલના પાકમાં રોગ અને ઉત્પાદન ઉપર માઠી અસર કરતું મુખ્ય ઘટક છે. તલના પાકમાં આવતા મુખ્ય રોગો, તેના લક્ષણો અને નિયંત્રણના પગલાંની વિગતે માહિતી મેળવીએ.
તલના પાકમાં પાન અને થડનો સૂકારો રોગ વધુ વરસાદવાળા વર્ષોમાં વિશેષ જોવા મળે છે. આ રોગ ફાયટોપ્લોરા નામની ફૂગથી થાય છે. રોગની શરૂઆતમાં પાન ઉપર પાણીના પોચા ટપકાં થાય છે. રોગની તીવ્રતા વધતાં આખા પાનને અસર કરે છે. જેને લીધે પાન સૂકાઈ અને ખરવા માંડે છે. રોગની તીવ્રતા વધુ હોય તો દાંડી અને ફૂલના ભાગો પર પણ અસર જોવા મળે છે અને છોડ સૂકાઈ જાય છે.
ખાસ કરીને હૂંફાળું ભેજજન્ય વાતાવરણ આ રોગને ખૂબ જ અનુકૂળ છે. મોટેભાગે તલમાં ફૂલ બેસવાના સમયે આ રોગ વધુ પ્રમાણમાં આવે છે. પાનની ઉપરની તથા નીચેની સપાટીને આછા બદામી ટપકાં, જેના મધ્યમાં સફેદ ટપકું હોય છે. જે આ રોગનું મહત્વનું લક્ષણ છે. ભેજવાળા વાતાવરણમાં ટપકાંઓ ધીમે ધીમે કાળા પડી જાય અને પાન ખરવા માંડે છે.
તલના પાકને રેતાળ, હલકી, મધ્યમ કાળી, ગોરાડુ અને સારા નિતારવાળી જમીન વધુ અનુકૂળ આવે છે. પરંતુ આ પાકને ક્ષારયુકત, ભામિક તેમજ ભારે કાળી અને ઓછા નિતારવાળી જમીન માફક આવતી નથી. આગળની ઋતુના પાકના અવશેષો વીણી, આડી ઊભી ખેડ કરી મારી જમીન સમતલ અને ભરભરી બનાવવી. જમીન તૈયાર કરતી વખતે હેકટર દીઠ ૮ થી ૧૦ ટન સારૂ કહોવાયેલું છાણિયું ખાતર જમીનમાં સારી રીતે ભેળવવું અથવા ચાસમાં ભરવું.
તલનું વાવેતર ઠંડી ઓછી થયે ફેબ્રુઆરીના પ્રથમ પખવાડિયામાં કરવું હિતાવહ છે. વહેલું વાવેતર કરવાથી ઉગાવો ઓછો થાય છે અને છોડનો વિકાસ ધીમો રહેવાથી ઉત્પાદન ઓછું મળે છે. જો મોડું વાવેતર કરવામાં આવે તો પાકવાના સમયે વરસાદ ચાલુ થઈ જવાની શકયતા રહે છે, જેની માઠી અસર થાય છે તેમજ શ્રેસિંગ, ગ્રેડિગ અને પેકિંગ કરવાનો સમય પૂરતો રહેતો નથી.
તલના પાકમાં રોગની શરૂઆત થાય ત્યારે તાંબાયુક્ત ફૂગનાશક દવા કોપર ઓક્સક્લોરાઈડ ૧૦ લિટર પાણીમાં ૪૦ ગ્રામ પ્રમાણે ઓગાળીને પ્રથમ છંટકાવ કરવો.ખેડૂતો આ જીવાતને તલના “માથા બાંધનારી ઈયળ” ના નામથી પણ ઓળખે છે. પાકના વાવેતર પછી તરત જ ખેતરમાં પ્રકાશપિંજર ગોઠવવાથી જીવાતનાં કૂદાનો નાશ થતા જીવાત કાબૂમાં રહે છે.
તલની ખેતીમાં થડ અને મૂળનો કોહવારો ચોમાસામાં વરસાદ ખેંચાય ત્યારે જોવા મળે છે. આ રોગ મેક્રોફોમીના ફેઈઝીઓલી નામની ફૂગથી થાય છે. આ રોગ થડનાં જમીન પાસેના ભાગ પર બહારની સપાટીએ લાગે છે. થડ ઉપરની છાલ બદામી કે કથ્થાઈ રંગની થઈ જાય છે.
તલની ખેતીમાં પાનનાં ટપકાંનો રોગ ઝેન્થોમોનાસ સીસેમી નામના સૂક્ષ્મ જીવાણુથી થાય છે. હૂંફાળા અને ભેજવાળા વાતાવરણમાં આ રોગ વધુ પ્રમાણમાં આવે છે. રોગની શરૂઆત પાન ઉપર પાણી પોચા ટપકાંઓથી થાય છે.
આમ તમે તલના બધાજ પ્રકારો તેમજ અલગ અલગ પ્રકારના તલ કઈ સિઝનમાં કયા પ્રકારાના તલનું વાવેતર ઉત્તમ રહેશે અને વધારે ઉત્પાદન અપાવશે જાણીને રીસર્ચ કરીને આવનારા વર્ષે તલનું વાવેતર કરીને સારું એવું ઉત્પાદન મેળવવાની કોશિશ કરી લેવી જોઈએ અને જમીનમાં પાક્બદ્લીના પણ ઘણા બધા ફાયદાઓ છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…