સત્યની જીતને લીધે જ ‘દશેરા’ નો ઉત્સવ ખુબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે ત્યારે તમામ રાજ્યોમાં અલગ- અલગ પરંપરાથી આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. જ્યોતિષ તથા તંત્રમંત્રના જાણકારો જણાવે છે કે, દશેરાના દિવસે જો આ એક કામ કરી લેશો તો ક્યારેય પૈસાની તંગી સર્જાશે નહીં.
થોડા દિવસ બાદ દશેરાનો પાવન પર્વ આવી રહ્યો છે ત્યારે હાલમાં આપનું આગળનું આખું વર્ષ સુખદાયી રીતે પસાર થાય એ માટે અમે આપની માટે એક જાણકારી લઈને આવ્યા છીએ કે, જે આપને ખુબ જ ઉપયોગી તેમજ મદદરૂપ સાબિત થશે.
દશેરા પર કરો આ કામ:
જો તમે સંપૂર્ણ વર્ષ દરમિયાન સુખથી જીવવા માંગતા હો તો 15 ઓક્ટોબર વર્ષ 2021ના રોજ આ કામ જરૂરથી કરી લેજો. આજના દિવસે નીલકંઠ પક્ષીના દર્શન કરવા જોઈએ. આમ કરવું ખુબ જ લાભદાયી માનવામાં આવ્યું છે. આ પક્ષીના દર્શનથી સંપૂર્ણ વર્ષ તમારું જીવન સુખદાયી પસાર થશે.
આની સાથે જ આજના દિવસે શમી વૃક્ષની પૂજા કરવી જોઈએ કે, જેનાથી ઘરમાં બરકત બની રહેશે તેમજ શમી વૃક્ષની પાછળ કહાની રહેલી છે કે, આજનાં દિવસે કુબેરે રાજા રઘુને સોનાની મુદ્રા આપવા માટે ઝાડના પાનને સોનાનું બનાવી દીધું હતું.
આની માટે જ આ દિવસે સોનાના પાન ખરીદવાની પ્રથા રહેલી છે. આજના પરમ પવિત્ર દિવસે નાની પણ યાત્રા જરૂરથી કરવી જોઈએ. આમ, કરવાથી સમગ્ર વર્ષ યાત્રા કરવામાં કોઇ બાધા નહી આવે. દશેરાના દિવસે નવા રુમાલથી દુર્ગા માતાના ચરણ લૂછીને તેને તિજોરીમાં રાખી દો. જેનાથી સમગ્ર વર્ષ ઘરમાં સુખ શાંતિ રહેશે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…