તહેવારની સિઝનમાં ખાસ રાખજો ધ્યાન, દુકાનદારો પધરાવી દેતા હોય છે નકલી મીઠાઈઓ- આ રીતે ઘરે બેઠા કરો ચેક

450
Published on: 6:40 pm, Sat, 23 October 21

થોડા જ દિવસોમાં કેટ-કેટલાય તહેવારો આવતા ઉત્સવોની સિઝન શરૂ થઈ જશે. આવા સમયમાં મોટેભાગે મિઠાઈઓનો દોર વધી જતો હોય છે ત્યારે આવી વસ્તુઓમાં ભેળસેળનો દોર પણ શરૂ થઈ જતો હોય છે પણ આપને જણાવી દઈએ કે, તમે ભેળસેળની તપાસ જાતે જ ઘરે બેઠા કરી શકો છો.

તહેવારની સીઝનમાં દૂધથી બનતી વસ્તુઓની માંગમાં વધારો થતો હોય છે. આવામાં કેટલાક ભેળસેળીયાઓ, ભેળસેળવાળુ દૂધ, પનીર, ખોયા તેમજ માલોનું વેચાણ કરતા હોય છે. તહેવાર ખૂબ જ પાસે આવતા આવા સમયમાં ખુબ જરૂરી છે કે, તમે અસલી અને નકલીની ઓળખ કરીને જ મિઠાઈ ખરીદો. કારણ કે, દિવાળીમાં તો મિઠાઈની માંગ ખૂબ જ વધુ હોય છે આવામાં વસ્તુઓનું તપાસ કરવું ખૂબ જ જરૂરી બન્યું છે.

આ રીતે કરો ઘરે બેઠા તપાસ: 
ઘણા લોકો તહેવારોમાં પોતાના ઘરે જ મિઠાઈઓ બનાવતા હોય છે અથવા તો બહારથી ખરીદતા હોય છે. આવામાં જ્યારે કોઈપણ તમે ખોયા ખરીદો તો તેની શુદ્ધતાની તપાસ કરવી જોઈએ. સૌપ્રથમ થોડા ખોયાને ઉકાળોને આ ઠંડુ થયા પછી એમાં આયોડીનના અમુક ટીંપા નાંખવા જોઈએ.

બાદમાં આ ખોયા જો પોતાનો રંગ બદલી લે તો ખોયા નકલી છે. ખોયા હંમેશા ચિકણું તેમજ મીઠુ હોય છે. આની માટે ખોયાને ખરીદતી વખતે તમે તેને મસળીને પણ ચેક કરી શકો છો તેમજ તેની મીઠાસથી પણ તપાસ કરી શકો છો. આમ તમે અસલી છે કે નકલી એની જાણ થઈ જશે.

નકલી સીલ્વર ફોઈલમાં લપેટવામાં આવે છે મીઠાઈ:
તહેવારોની સીઝનમાં સૌથી વધુ ચિંતા નકલી મીઠાઈઓની હોય છે. કારણ કે, તહેવારની શરૂઆતથી જ લાડવા, કાજૂ કતરી, બરફી, રસગુલ્લા જેવી મીઠાઈઓની વાત થતી હોય છે. પ્રશાદથી લઈને વહેચવા સુધી માત્ર મીઠાઈઓને જ અગત્યતા અપાતી હોય છે. તહેવારોમાં નકલી સિલ્વર ફોઈલમાં મીઠાઈઓને લપેટીને વેચવામાં આવતી હોય છે કે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે.

ભેળસેળ વાળા પનીરથી બચીને રહેવું:
તહેવારમાં ભેળસેળ વાળા પનીરથી પણ બચવું જોઈએ. આવામાં જ્યારે પણ તમે પનીર લો તો તેની ઓળખ કરી લેવી જોઈએ. પનીરનો એક-એક ટુકડો લઈને તેને મસળીને જુઓ, જો પનીર તૂટીને વેરાઈ જાય તો પનીર નકલી છે. નકલી પનીરમાં સ્કીમ્ડ મિલ્ક પાઉડર રહેલો હોય છે. એને વધુ દબાણ સહન ન કરી શકે અને તૂટી જાય છે.

આની ઉપરાંત રંગો વાળી મીઠાઈઓથી તહેવારોમાં દૂરી રાખવી જોઈએ. કારણ કે, મીઠાઈઓમાં સિન્થેટિક રંગ મિક્ષ કરવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે. આની માટે આવી મીઠાઈ ન ખરીદવી જોઈએ તેમજ રંગ મિક્ષ કરીને ઘરે પણ મીઠાઈ ન બનાવવી જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…