વીજળી નહીં પણ સૌર ઉર્જાથી ચાલે છે ગુજરાત નજીકનો આ કેન્દ્રશાશિત પ્રદેશ-  દેશ માટે બન્યું ઉત્તમ ઉદાહરણ

Published on: 12:05 pm, Thu, 14 October 21

કોરોના જેવી વૈશ્વિક મહામારી કોરોનામાંથી માંડ-માંડ બહાર ગઈ છે ત્યારે હવે વિશ્વના મોટાભાગના દેશો નવી સમસ્યાના મુખમાં ધકેલાઇ રહ્યા છે. આપને ખબર જ હશે કે, વિશ્વભરના દેશોમાં હાલમાં કોલસાની અછત ઉદ્દભવતા કેટ-કેટલીય સમસ્યાઓ ઊભી થઇ રહી છે.

કેટલાક દેશોમાં વીજકાપના નિર્ણયો પણ લેવાવએ રહ્યા છે ત્યારે એમાં ભારત દેશ પણ બાકાત રહ્યો નથી. ઊર્જા ક્ષેત્રમાં દેશમાં મોટો પડકાર બનીને સામે આવ્યું છે. ક્લાઇમેટ ચેન્જથી બચવા માટે ભારત સહિત વિશ્વના દેશો પર અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ પૂર્ણ કરવા પર દબાણ વધતું જઈ રહ્યું છે.

હાલમાં પણ દેશની મોટાભાગની વીજળી થર્મલ પાવર સ્ટેશનમાં કોલસામાંથી જ પેદા થઇ રહી છે. આવી પરીસ્થિતિમાં ભારત સરકાર વીજળી માટે વૈકલ્પિક સ્ત્રોતોને જરૂરી પ્રોત્સાહન પૂરૂ પાડી રહી છે કે, જેમાં સૌર ઊર્જા સૌપ્રથમ ક્રમ પર આવે છે. આજે લોકો પણ સૌર ઊર્જા પ્રત્ય સભાન બન્યા છે. શું તમે જાણો છો કે, ભારતમાં એકમાત્ર એવું શહેર છે, જે સંપૂર્ણપણે સૌર ઊર્જાથી જ સંચાલિત છે. જેનું નામ દીવ છે.

આ છે દેશનો સૌપ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ:
આ જીલ્લો દેશનો સૌપ્રથમ એવો કેન્દ્રશાસિત પ્રદેશ છે કે, જ્યાં છેલ્લા 5 વર્ષથી દિવસની વીજળીની જરૂર સૌર ઊર્જા  પૂરી પાડી રહી છે. આજે સમગ્ર દેશમાં વીજ સંકટ વચ્ચે દીવ એક ઉત્તમ ઉદાહરણ તરીકે ઉપસી આવ્યું છે. દીવની વીજ જરૂરિયાતની પૂર્તિ 2 સોલર પાર્ક તેમજ 112 સરકારી ઇમારતો પર લગાવેલી રૂપટોપ પેનલમાંથી કરવામાં આવી રહી છે. જ્યાં પેદા થતી વીજળી સમગ્ર શહેરની ઊર્જાની જરૂરિયાતોને દિવસ માટે પૂરી કરવા માટે પૂરતી છે.

દીવ-દમણ બંને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવે છે તેમજ બંને ભૌગોલિક રૂપે અલગ અલગ જ છે પણ વહીવટી રીતે બંને એક જ વહીવટ હેઠળ આવે છે. દીવનો વહીવટ સીધો જ ભારત સરકાર કરે છે. દીવ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલ છે. આજે 42 વર્ગ કિમી ધરાવતા આ શહેરમાં 7 મેગાવોટની આસપાસ માંગ રહેલી છે.

દીવમાં દિવસ ભર તમામ ઘર, એસીવાળા રિસોર્ટ, દીવની 60 બેડવાળી હોસ્પિટલ, એસીવાળી સરકારી તેમજ પ્રાઇવેટ ઓફિસો, આઇસક્રિમની ફેક્ટરીઓ, માછલી ભંડારગૃહ વગેરે બધુ જ સૌર ઊર્જાથી ચાલે છે. જેને લીધે સમગ્ર દેશમાં આ સ્થળ ખુબ જાણીતું બન્યું છે.

ક્યારે શરૂ થયું હતું સોલર પાર્કનું કામ?
દીવમાં સોલર એનર્જીના ઉપયોગ માટે પ્રયાસ વર્ષ 2013માં જ શરૂ થઇ ચૂક્યા હતા. દીવમાં કેટલાક વિસ્તાર ઉજ્જડ તેમજ ખડકાળ છે. આ વિસ્તાર સરકાર હસ્તક છે કે, જેનો લાભ ઉઠાવીને એ સમયમાં એવી જમીન પસંદ કરવામાં આવી હતી કે, જે બિનઉપયોગી હોય તેમજ જ્યાં માનવીય વસાહત ન હોય.

સોલર ઊર્જા ઉત્પાદનમાં કોઇ પણ બાધાઓ ન આવે. આ સોલર પાર્ક શરુ કરાયા બાદ વર્ષ 2017માં વિભાગને જાણ થઇ હતી કે, તેઓ હવે દિવસની ઊર્જાની માંગને પહોંચી વળવા માટે સક્ષમ બની ગયા છે. હાલમ જ્યાં દેશ તેમજ દુનિયા કોલસાની અછતને લીધે વીજ સંકટ સામે ઝઝૂમી રહ્યા છે, ત્યારે દીવ આવનાર સમયમાં રોલમોડલ બની શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…