આજે થવા જઈ રહ્યા છે જેઠાલાલની દીકરીના લગ્ન- જુઓ કોણ છે જેઠાલાલનો જમાઈ?

135
Published on: 2:24 pm, Wed, 8 December 21

સમગ્ર દેશનો જ નહિ પરંતુ સમગ્ર વિશ્વનો સૌથી લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો ની દિલની ધડકન જેઠાલાલ ઉર્ફ દિલીપ જોશીની દીકરીના આજે લગ્ન છે. દિલીપ જોશી ની દીકરી નિયતિ જોશીના 8 નવેમ્બર એટલે કે આજરોજ લગ્ન થવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, નિયતિ લવ મેરેજ કરવા જઈ રહી છે. છેલ્લા કેટલાય વર્ષોથી યશોવર્ધન નામના યુવક સાથે નિયતિ પ્રેમ પ્રકરણમાં બંધાયેલી હતી. મળતી માહિતી અનુસાર નિયતિ અને યશોવર્ધન એક સાથે અભ્યાસ કરતા હતા.

રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે, પહેલા લગ્ન નું સ્થળ મહાબલેશ્વર લોનાવાલા જેવા સ્થળોએ કરવાના હતા પરંતુ અંતે નાસિકની એક હોટલમાં લગ્ન થશે. દિલીપ જોશીના વેવાઈનું નામ અશોક મિશ્રા, નાસિકમાં જ રહેતા હોવાથી અહીં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લગ્નમાં ફક્ત પરિવારના સભ્યો હાજર રહેશે.

આવો જાણીએ કોણ છે જેઠાલાલ નો જમાઈ?
જાણીતા લેખક તથા ગીતકાર તરીકે ઓળખાતા અશોક મિશ્રાનો સુપુત્ર યશોવર્ધન સાથે દિલીપ જોશી ની દીકરીના લગ્ન થવાના છે. અશોક મિશ્રાએ ફિલ્મ રાઇટિંગ સાથેસાથે ઘણાં ગીતો પણ લખ્યા છે. યશોવર્ધન ની વાત કરવામાં આવે તો, તેઓ પોતે પણ એક સારા ફિલ્મ ડિરેક્ટર અને રાઈટર છે. આજે યશોવર્ધન અને જેઠાલાલ ની મોટી દીકરી નિયતિ સાત ફેરા ફરશે.

આજરોજ પરિવારના સભ્યો અને નજીકના સદસ્યો જ લગ્નમાં હાજર રહેશે. તારીખ 11 ડિસેમ્બરના રોજ ભવ્ય રિસેપ્શન યોજાવાનું છે. જેમાં તમામ મહેમાનો આ વધુને આશીર્વાદ આપવા આવશે. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, આ રિસેપ્શનમાં “તારક મહેતા” ના તમામ કલાકારો હાજર રહેશે. સાથોસાથ એ પણ જાણવા મળ્યું છે કે, દયાભાભી પૂર્વ દિશા વાકાણી આ રિસેપ્શનમાં ભાગ લેશે નહીં.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…