હાશકારો! રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય- સરકારી કામ માટે હવે વારંવાર નહિ ખાવા પડે ધક્કા

Published on: 5:02 pm, Thu, 21 October 21

જન્મ તારીખના દાખલાથી લઇને પેન્શન સુધી આપણે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હોય છે. નાનું અથવા તો મોટું કોઇપણ કામ પાર પાડવા માટે સરકારી કચેરીઓનો દરવાજો ખટખટાવવો પડતો હોય છે પણ હવે આ એક વૅબસાઇટથી તમે ઘરે બેઠા જ  સરકારી કામ પતાવી શકશો.

ઘરે બેઠા સરકારી કામો કરવામાં ઈન્કમ સર્ટીફિકેટ, રાશન કાર્ડ, રાશન કાર્ડમાં સુધારા વધારા, સર્ટીફીકેટ્સ, કાસ્ટ સર્ટીફીકેટ, આર્થિક રીતે પછાત સર્ટીફીકેટ જેવી સુવિધા માટે તમારે સરકારી કચેરી જવાની જરૂર રહેતી નથી, ફક્ત એક ક્લિકથી તમે આ ડૉક્યુમેન્ટ ઘરે બેઠા જ પણ લઇ શકશો. આ બધુ સંભવ બન્યું છે ડિજીટલ ગુજરાત પોર્ટલ થકી.

ડિજીટલ ગુજરાત પોર્ટલનો ઉપયોગ કેવી રીતે કરવો?
સૌપ્રથમ ગૂગલમાં Digital gujarat portal કે https://www.digitalgujarat.gov.in પર ક્લિક કર્યા પછી એક પેજ ખુલશે કે, જેમાં તમને ન્યૂ યુઝર અથવા તો રજીસ્ટર્ડ યુઝર એક 2 વિકલ્પ દેખાશે. જો તમે રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો તેમાં ફક્ત તમારી લોગ ઇન માહિતી નાંખવાની રહેશે.

નવા રજીસ્ટ્રેશન માટે આ સ્ટેપ ફૉલો કરવા:
ન્યૂ રજીસ્ટ્રેશન પર ક્લિક કર્યા બાદ એક પેજ ખુલશે. જેમાં તમારે મોબાઇલ નંબર, ઇમેઇલ એડ્રેસ નાંખીને એક પાસવર્ડ સેટ કરવાનો રહેશે. જેમાં તમારું અકાઉન્ટ ક્રિએટ થઇ જશે. બાદમાં તમારે ફરી મેઇન પેજ પર જઇને રજીસ્ટર્ડ યુઝરમાં જઇને લોગ-ઇન પાસવર્ડ નાંખવાનો રહેશે. બાદમાં એક નવું પેજ ખુલશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…