માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર દીકરીના અંગદાનથી ગોવિંદભાઈ ધોળકિયાને મળ્યું નવજીવન

307
Published on: 1:01 pm, Wed, 6 October 21

સુરતનાં પ્રખ્યાત હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાને આજે કોણ નથી ઓળખતું! તેઓનાં છેલ્લા 3 વર્ષથી ખરાબ થયેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. હજુ 2 દિવસ અગાઉ જ બ્રેઈનડેડ જાહેર થયેલ વલસાડના યોગશિક્ષિકા રંજનબેનના લિવરનું ગોવિંદભાઈમાં ટ્રાન્સપ્લાન્ટ થયું છે.

સુરતનાં કતારગામમાં આવેલ કિરણ હોસ્પિટલમાં અંદાજે 9 કલાકની શસ્ત્રક્રિયા પછી ગોવિંદભાઈના શરીરમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 2,000થી વધારે લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરનાર ખ્યાતનામ સર્જન ડો. રવિ મોહન્કાની ટીમ દ્વારા આ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

આપને જણાવી દઈએ કે, ગોવિંદભાઇ ગુજરાતના સુરતના સૌથી અગ્રણી હીરાના વેપારી છે. તેઓ રામકૃષ્ણ ડાયમંડના માલિક છે. તેઓ અમરેલી જિલ્લામાં આવેલ દૂધાળા ગામના વતની છે. 13 વર્ષની ઉંમરમાં સુરત હીરા ઘસવાના કામ સાથે જોડાયા હતાં. વર્ષ 1970માં પોતાનું હીરા પોલિશ્ડ કરવાનું કારખાનું શરૂ કર્યું હતું. જેમાં સફળતા મળતાં આજે ‘શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ’ કંપનીમાં 5,000થી વધુ રત્નકલાકારોને રોજગારી આપી રહ્યાં છે.

વર્ષ 2018થી લિવર ખરાબ હતું:
ગોવિંદભાઈ ધોળકિયાનું લિવર વર્ષ 2018થી ખરાબ થયું હોવાનું સામે આવ્યું છે. આની પહેલા હર્ણિયાના ઓપરેશન દરમિયાન લિવર ખરાબ હોવાનું નિદાન થયું હતું. જો કે, 2 મહિના અગાઉ જ તેમને કમળો થતા લિવર વધારે બગડ્યું હોવાથી લિવરને ટ્રાન્સપાલન્ટ કરાવવું જ ઉચિત હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

વલસાડની શિક્ષિકાએ ધોળકિયાને જીવનદાન આપ્યું:
વલસાડના બ્રેઈનડેડ યોગ શિક્ષિકા રંજનબેન પ્રવીણભાઈ ચાવડાનું 30 સપ્ટેમ્બરે ધરમપુર ચોકડી નજીક અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું. હજુ 2 દિવસ અગાઉ જ તેમને બ્રેઈનડેડ જાહેર કરાતાં પરિવારે તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. જેમાંથી લિવર ગોવિંદભાઈ ધોળકિયાને આપવાનું નક્કી થયું હતું.

રામમંદિર નિર્માણનિધિમાં 11 કરોડનું દાન કર્યું હતું:
ગોવિંદભાઈ ધોળકિયા સુરતમાં શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ્સ નામની ડાયમંડ કંપની ચલાવી રહ્યા છે. સમગ્ર દેશ-માં જ નહીં પણ વિદેશમાં પણ તેમનો હીરાનો વેપાર ફેલાયેલો છે. તેઓ પોતાના સખાવતી કાર્યોથી વધારે જાણીતા બન્યા છે. હાલમાં જ એમણે રામમંદિર નિર્માણ માટે નિધિ બનાવવામાં આવી તેના તેઓ ગુજરાતના અધ્યક્ષ હોવાથી 11 કરોડનું દાન કર્યું હતું.

ગોવિંદભાઈના અન્ય અંગો ખૂબ સારા:
શનિવારે કિરણ હોસ્પિટલમાં કરાયેલ ઓપરેશનમાં જાણવા મળ્યું કે, તેમનું લિવર હજુ 3 વર્ષ હજુ ચાલે તેમ હતું. જો કે, તબીબોએ કહ્યું હતું કે, હાલમાં 72 વર્ષની ઉંમર હોવાથી બાદમાં ઓપરેશન કરવું તેના કરતાં અત્યારે લિવર સારૂં મળી રહ્યું છે તો ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય. જો કે, ગોવિંદભાઈના લિવર સિવાયના અન્ય અંગો 60 વર્ષની ઉંમરની વ્યક્તિના હોય તેટલા હેલ્ધી રહેલા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…